ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Threat : ક્યા..રે.. હિન્દુસ્તાની રેલવે, આજ સુબહ ખૂન કે આંસુ રોઓગે તુમ લોગ

મુંબઈ હાવડા મેલમાં બોમ્બ હોવાની ધમકી નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી મહારાષ્ટ્ર પોલીસ માટે પણ અપશબ્દોનો ઉપયોગ ટ્રેનને જલગાંવ સ્ટેશન પર રોકીને ચેકિંગ કરવામાં આવ્યું તપાસ બાદ પણ સુરક્ષા જવાનોને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. Mumbai Howrah Mail Bomb...
11:08 AM Oct 14, 2024 IST | Vipul Pandya
Bomb Threat

Mumbai Howrah Mail Bomb Threat: મુંબઈ હાવડા મેલમાં બોમ્બ હોવાની ધમકી (Mumbai Howrah Mail Bomb Threat) મળી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોણે ધમકી આપી

પ્રાપ્ત માહિતી અનુસાર, ફઝાલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીમાં લખ્યું હતું કે ક્યા...રે.... હિન્દુસ્તાની રેલવે, આજ સુબહ ખૂન કે આંસુ રોઓગે તુમ લોગ.. આજે ફ્લાઈટમાં પણ બોમ્બ મુકવામાં આવ્યો છે અને ટ્રેન 12809માં પણ રાખવામાં આવ્યો છે... નાસિક પહોંચતા પહેલા મોટો બ્લાસ્ટ થશે.

આ પણ વાંચો----Baba Siddiqui Murder ની તપાસ મુંબઇ પોલીસના આ ખતરનાક ઓફિસર કરશે...

તપાસ બાદ ટ્રેન રવાના

બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ સોમવારે સવારે 4 વાગ્યે મુંબઈ હાવડા મેલને જલગાંવમાં રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની સઘન તપાસ બાદ પણ સુરક્ષા જવાનોને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. બોમ્બ મળવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ છે. જે બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલવેએ જણાવ્યું કે આજે સવારે 4 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. ટ્રેન નંબર 12809ની અંદર બોમ્બ છે. ટ્રેનને જલગાંવ સ્ટેશન પર રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ પછી ટ્રેનને નિર્ધારિત સ્થળે સરળતાથી દોડાવવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી

બોમ્બની ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ એક્સ-પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ સોમવારે સવારે 4 વાગે મુંબઈ-હાવડા મેલને જલગાંવમાં રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની સઘન તપાસ બાદ પણ સુરક્ષા જવાનોને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

ગત સપ્તાહે પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ગયા અઠવાડિયે પણ ઉત્તર પ્રદેશના ટુંડલા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકીને કારણે પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. આ પછી સમાચાર આવ્યા કે શંકાસ્પદ આતંકવાદીઓ ટ્રેનમાં વિસ્ફોટકો સાથે મુસાફરી કરી રહ્યા છે. આ એલર્ટ એક્સ યુઝરના એકાઉન્ટમાંથી પ્રાપ્ત થયું હતું. જો કે બાદમાં ઉંડાણપૂર્વકની તપાસ બાદ આ પણ અફવા સાબિત થઈ હતી.

આ પણ વાંચો----Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, 100 થી વધુ મુસાફરો હતા સવાર...

Tags :
Bomb SquaredBomb VerificationCheckingIndian RailwaysJalgaonMaharashtra PoliceMumbai Howrah mailMumbai Howrah Mail Bomb ThreatNationalRailway PoliceThreat Email
Next Article