Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'મારી બરાબરીનો કોઇ ગુંડો જ મારી હત્યા કરશે....'

ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક એહમદ અને તેના ભાઇ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજની હોસ્પિટલ સંકુલમાં ત્રણ શખ્સોએ પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટના મીડિયાના કેમેરા સામે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્જાતા દેશભરમાં ખળભળાટ મચી ગયો...
06:16 PM Apr 16, 2023 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક એહમદ અને તેના ભાઇ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજની હોસ્પિટલ સંકુલમાં ત્રણ શખ્સોએ પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટના મીડિયાના કેમેરા સામે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્જાતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોતાનું મોત આ રીતે જ થશે તેવી આશંકા ખુદ અતીક એહમદે 19 વર્ષ પહેલાં કરી હતી અને તે સાચી ઠરી છે.
હું રસ્તાની બાજુમાં પડેલો મળીશ.
માફિયા અતીક એહમદે 2004માં લોકસભાની ચૂંટણી સમયે સ્થાનિક પત્રકારોનેને  કહ્યું હતું કે મારું પોલીસ એન્કાઉન્ટર કરશે અથવા તો મારી બરાબરીનો કોઇ ગુંડો મારી હત્યા કરશે. હું રસ્તાની બાજુમાં પડેલો મળીશ. તેણે એમ પણ કહ્યું હતું  ગુનાખોરીની દુનિયામાં બધા જાણે કે પરિણામ શું આવે છે. કે અતીકે કરેલી આ ભવિષ્યવાણી શનિવારે રાત્રે સાડા દસ વાગે સાચી ઠરી હતી અને ત્રણ ગુંડાઓએ જ તેની પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ ત્રણેય હત્યારાએ સરેન્ડર કરી દીધું હતું.
Tags :
Atiq Ahmad murder caseAtiq Ashraf MurderDeath prophecyGangster Atique AhmedGangster Politician Atiq AhmedKhalid Azim alias AshrafMafia Brothers Shootoutmedia personMLA Raju PalSabarmati Jail AhmedabadSamajwadi PartyUP STFUP STF EncounterYogi Adityanath
Next Article