Gym in Varanasi: જીમમાં વર્કઆઉટ કરતા કાળ ભરખી ગયો, સામે આવ્યો હૃદય કંપાવતો Video
Gym in Varanasi: ઉત્તર પ્રદેશમાંથી એક હ્રદય કંપાવતી ઘટના સામે આવી છે. જીમમાં કસરત કરી રહેલા યુવકનું અચાનક મોત થઈ ગયું હોવાનો વીડિયો વાયરલ થયો છે. મળતી વિગતો પ્રમાણે 32 વર્ષીય યુવાન જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો અને અચાનક તેનું મોત થઈ હતું. મૃતક વ્યક્તિ વારાણસીના ચેતગંજનો રહેવાસી હતો તેવી જાણકારી મળી છે. આ ઘટના દરમિયાન જીમમાં હાજર લોકોએ જણાવ્યું કે, દીપક જીમમાં આવ્યો ત્યારે એકદમ સ્વસ્થ હતો પરંતુ જ્યારે વર્કઆઉટ શરૂ કર્યું ત્યારે તેના માથામાં અચાનક ખુબ જ દુઃખાવો શરૂ થઈ ગયો હતો.
મૃતક વ્યક્તિ વારાણસીના ચેતગંજનો રહેવાસી
નોંધનીય છે કે, માથામાં દુઃખાવો શરૂ થયો અને દીપક જમીન પર પડી ગયો હતો. ત્યાર બાદ દિપકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાનો અત્યારે વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દીપક જીમની અંદર બેંચ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. થોડી જ વારમાં તે માથું પકડી લે છે અને અચાનક જમીન પર પડી જાય છે.
દીપક છેલ્લા 10 વર્ષથી સતત જીમ કરતો હતો
ઉલ્લેખીય છે કે, દીપકને બચાવવા માટે જીમમાં વર્કઆઉટ કરતા અન્ય લોકો તરત જ તેની પાસે આવે છે અને તેની મદદ કરવાનો પ્રયાસ કરે છે. દીપક તેના પગ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરે છે. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં રસ્તામાં તેનું મૃત્યુ થઈ જાય છે. લોકોએ જણાવ્યું કે દીપક છેલ્લા 10 વર્ષથી સતત જીમ કરી રહ્યો હતો.
દીપક બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો હતો
આ ઘટના મામલે વધારે વાત કરીએ તો, દીપક બે મહિના બાદ લખનૌમાં એક રાજ્ય સ્તરની બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જવાનો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, દીપકના હાર્ટનો આકાર વધી ગયો હતો અને તેના કારણે તેનું મોત થયું હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જીમમાં વર્કઆઉટ કરતી વખતે મોત થયાનો આ પહેલા બનાવ નથી. આ પહેલા પણ અનેક લોકોનો જીમમાં વર્કઆઉટ મોત થયાના સમાચારો સામે આવ્યા હતા