Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dadra Nagar Haveli : મુસાફરોથી ભરેલી ખાનગી બસની બ્રેક અચાનક ફેલ થઈ, જીવ બચાવવા ક્લીનર નીચે કૂદ્યો અને..!

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગોઝારો અકસ્માત ખાનગી બસની બ્રેક ફેલ થઈ, 1 નું મોત, 10 ઘાયલ જીવ બચાવવા ક્લીનર નીચે કૂદ્યો, બસનું ટાયર ફરી વળતા મોત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે....
dadra nagar haveli   મુસાફરોથી ભરેલી ખાનગી બસની બ્રેક અચાનક ફેલ થઈ  જીવ બચાવવા ક્લીનર નીચે કૂદ્યો અને
  1. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગોઝારો અકસ્માત
  2. ખાનગી બસની બ્રેક ફેલ થઈ, 1 નું મોત, 10 ઘાયલ
  3. જીવ બચાવવા ક્લીનર નીચે કૂદ્યો, બસનું ટાયર ફરી વળતા મોત

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ખાનગી બસની બ્રેક ફેલ થઈ જતાં બસ રોડની સાઇડમાં ઉતરી ઝાડીમાં ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 10 થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી છે. બસ બ્રેક ફેલ થતાં બસનો ક્લીનર નીચે કૂદ્યો હતો. બસનાં પાછળનાં ટાયરમાં આવી જતા તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ટ્રેનની અડફેટે યુવક-યુવતીનું મોત, પ્રેમી યુગલ હોવાની વાત, તપાસનો ધમધમાટ શરૂ

Advertisement

ખાનગી બસની બ્રેક ફેલ થતાં અકસ્માત

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) ખાનગી બસમાં સવાર મુસાફરોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, દાદરા નગર હવેલીમાં સેલવાસનાં દૂધનીનાં કરચોન્ડ નજીક ઢોળાવવાળા રસ્તા પર ખાનગી બસની બ્રેક ફેલ થઈ હતી. બસની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ રોડની સાઇડમાં ઉતરી ઝાડીઓમાં ટકરાઈ હતી.

આ પણ વાંચો - Kutch : ભારત-પાકિસ્તાન બોર્ડર પર મળસ્કે ધરતી ધ્રુજી, જાણો કેન્દ્ર બિંદુ અને તીવ્રતા અંગે

Advertisement

1 નું મોત, 10 થી વધુ લોકોને ઇજા પહોંચી

આ અકસ્માતમાં એક શખ્સનું મોત નીપજ્યું છે, જ્યારે 10 થી વધુ મુસાફરોને ઘવાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સમયે બસનો ક્લીનર જીવ બચાવવા નીચે કૂદ્યો હતો પરંતુ, બસનાં પાછળનાં ટાયર નીચે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : પતિનો ઠપકો લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

Tags :
Advertisement

.