Cyclone Dana નું લેન્ડફોલ..ભારે પવન અને વરસાદથી તબાહી
- બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડા દાનાનું લેન્ડફોલ શરૂ
- ઓડિશાના ધામરા ભદ્રકમાં ભારે વિનાશ સર્જાયો
- અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા
- વાવાઝોડું આજે બપોર સુધીમાં ધીમે ધીમે નબળું પડવાની શક્યતા
- ભારે પવનને કારણે ભયનો માહોલ સર્જાયો
Cyclone Dana Updates : બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડા દાના (Cyclone Dana Live Updates)નું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા પણ દેખાય છે. દરમિયાન, હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાતી તોફાન 'દાના' કલાકના 10 કિમીની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જે શુક્રવાર (25 ઓક્ટોબર)ના રોજ સવારે 5.30 વાગ્યે ઉત્તરીય દરિયાકાંઠાના ઓડિશાથી લગભગ 20 કિમી ઉત્તરમાં, અક્ષાંશ 21.00°N અને રેખાંશ 86.85°E નજીક કેન્દ્રિત હતું.
ઓડિશાના ધામરા ભદ્રકમાં ભારે વિનાશ સર્જાયો
આ વાવાઝોડું ધમારાના ઉત્તર-પશ્ચિમમાં અને હબલીખાટી નેચર કેમ્પ (ભીતરકણિકા)ના ઉત્ત-ઉત્તર-પશ્ચિમમાં 40 કિમી દૂર ભારે લેન્ડફોલ કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલની આ પ્રક્રિયા આગામી એકથી બે કલાક સુધી ચાલુ રહી શકે છે. IMD અનુસાર, તે ઉત્તર ઓડિશા પર લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને આજે (શુક્રવાર) બપોર સુધીમાં તે નબળુ પડશે. વાવાઝોડાના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ઓડિશાના ધમરા ભદ્રકમાં ભારે વિનાશ સર્જાયો છે . અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.
આ પણ વાંચો---Cyclone Dana સામે લડવા દેશ સજ્જ, સેના પણ હાઇ એલર્ટ પર......
વાવાઝોડું દાના ધીમે ધીમે પોતાનું સ્વરૂપ બતાવી રહ્યું છે
દાના વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે ઉત્તર કોસ્ટલ ઓડિશાના ધામરાથી લગભગ 20 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમ અને હબલીખાટી નેચર કેમ્પ (ભીતરકણિકા)થી 40 કિમી ઉત્તરે પશ્ચિમમાં કેન્દ્રિત થશે. IMD અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા આગામી 1-2 કલાક સુધી ચાલુ રહેશે. ચક્રવાતી તોફાન આજે બપોર સુધીમાં ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.
#WATCH | Odisha: Gusty winds and heavy downpour cause destruction in Dhamra, Bhadrak
The landfall process of #CycloneDana underway pic.twitter.com/1tILknoZyK
— ANI (@ANI) October 25, 2024
12.50 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું
ચક્રવાતી તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા 12.50 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. હાલમાં બંને રાજ્યોમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાના ઉંચા મોજા ભયનો માહોલ સર્જી રહ્યા છે. આ સાથે IMD એ લોકોને આગામી 24 કલાક માટે વધારાની સુરક્ષા લેવાની સલાહ આપી છે. આ સાથે જ માછીમારોને દરિયા કિનારે માછીમારી કરતા રોકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે પારાદીપથી ઈરાસામા સિયાલી સુધીના બીચ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
#WATCH | Heavy rainfall and gusty winds continue to lash parts of Odisha; landfall process of #CycloneDana underway
(Visuals from Bhadrak) pic.twitter.com/l5N3iRp66X
— ANI (@ANI) October 25, 2024
ભારે પવનને કારણે ભયનો માહોલ સર્જાયો
ચક્રવાતી તોફાન દાનાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો પડી ગયા છે. જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. તે જ સમયે, ઓડિશાના ભદ્રક જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદે તબાહી મચાવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર અને દિઘામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
આ પણ વાંચો---Cyclone Dana આજે રાત્રે ભારે તબાહી મચાવશે, પશ્ચિમ બંગાળમાં અસર શરુ