Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

cyclone biporjoy : 8 જિલ્લાઓમાં કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું

બિપરજોય વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું...
cyclone biporjoy   8 જિલ્લાઓમાં કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું
બિપરજોય વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.15મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
8 જિલ્લામાંથી 74345 નાગરિકોનું સ્થળાંતર કરાયું
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.
15મી જૂને ટકરાશે વાવાઝોડુ બિપરજોય
કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મનોરમા મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.15મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
દરિયાકાંઠાના જિલ્લાઓના ગામો-નગરોના લોકોને સંભવિત વાવાઝોડાની અસરો સામે સલામતિ-સાવચેતીના પગલાં અને રાજ્ય સરકારે ગોઠવેલી સ્થળાંતર સહિતની વ્યવસ્થાઓમાં સહયોગ આપવા અંગે મુખ્યમંત્રીનો ઓડિયો મેસેજ તથા વોટ્સઅપ વિડીયો મેસેજ પણ માહિતી ખાતા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તેની પણ વિગતો આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.