Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyber Crime: સાવધાન પોરબંદર! 2.5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા

Cyber Crime: આજના આધુનિક યુગમાં મોબાઇલ ફોનના વપરાશ પણ વધી રહ્યો છે. તેના દ્વારા ફ્રોડના બનાવો પણ વધી રહ્યાં છે. પોરબંદરમાં ચાલુ વર્ષે 433 ફરીયાદો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા આજ મુદે આજે એક...
cyber crime  સાવધાન પોરબંદર  2 5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા

Cyber Crime: આજના આધુનિક યુગમાં મોબાઇલ ફોનના વપરાશ પણ વધી રહ્યો છે. તેના દ્વારા ફ્રોડના બનાવો પણ વધી રહ્યાં છે. પોરબંદરમાં ચાલુ વર્ષે 433 ફરીયાદો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા આજ મુદે આજે એક પત્રકાર પરિષદ યોજી પોરબંદરમાં ક્યા ક્યા પ્રકારના સાયબર ફ્રોડ થયા છે તેની સમગ્ર વિગતો આપી હતી

Advertisement

2.5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ!

બેરોજગારી ધરાવતો પોરબંદર જિલ્લામાં લોકો સાથે 2.5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા છે. આ એવા લોકો છે જેમણે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી છે. પરંતુ અગણિત લોકો એવા હશે જે પોતાની સાથે થયેલ બનાવ અંગે ડર કે શરમથી સામે આવ્યા નથી. નાના એવા પોરબંદરમાં છેલ્લા 2.5 વર્ષમાં 7કરોડ થી વધુનો સાયબર ફ્રોડ બનાવ સામે આવતા ભારે ચર્ચા થઇ રહી છે. કુલ આજદીન સુધી પોરબંદરમાં 7,03,02,905 નો સાયબર ફ્રોડ થયો છે.

પોરબંદરમા કેવા પ્રકારના સાયબર ફ્રોડ થયા?

સાઈબર ક્રાઇમ જનજાગૃતિ અંતર્ગત પોરબંદર પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરાયુ હતુ. જેમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરીથ સિંહ જાડેજાએ આપેલી માહિતી મુજબ પોરબંદર જીલ્લા ખાતે ચાલુ વર્ષ દરમિયાન સાઇબર ક્રાઈમની કુલ 433 ફરિયાદો આવેલ છે. જેમાં મુખ્યત્વે ફેક આઈ.ડી. ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ક્રેડીટ કાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ, ફ્રોડ બાય લીંક, ઓનલાઈન બુકીંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, ન્યૂડ વીડીયો કોલીંગ, ઈલેક્ટ્રીસીટી બીલ પેમેન્ટ ફ્રોડ જેવા સાયબર ફ્રોડ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી તથા તેનાથી બચવા માટે શું કાળજી રાખવી જોઇએ તે બાબતે સમજ કરવામાં આવી હતી. 2022માં 1,67,04,447 ના ફ્રોડ સામે 12,69,236 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. આ સાથે 2023માં ફ્રોડ 3,16,47,124 ના ફ્રોડ સામે 46,51,884 ની રિકવરી કરવામાં આવી હતી. 2024 જાન્યુઆરીથી આજદીન સુધી પાંચ માસ દરમિયાન 2,19,51,334નો ફ્રોડ તો 26,97,347ની રિકવરી કરવામાં આવી છે.

Advertisement

લોકોએ શુ રાખવી સાવધાની?

આજકાલ જે રીતે સાયબર ફ્રોડ અલગ-અલગ રીતે થઇ રહ્યો છે, ત્યારે લોકોએ ફેક આઈ.ડી. ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ક્રેડીટ કાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ, ફ્રોડ બાય લીંક, ઓનલાઈન બુકીંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, ન્યૂડ વીડિયો કોલિંગ અને ઈલેક્ટ્રીસીટી બીલ પેમેન્થી સાવચેતી રાખવી જરુરી છે. મોબાઇલ આવતી અજાણી લીંકને ઓપન કરવી તથા ફેસબુક કે ઇન્ટાગ્રામમા આવતી અજાણી ફ્રેન્ડ રીકવેસ્ટ એકસ્પટ ન કરવી જોઇએ. આ ઉપરાંત બેન્ક નામે આવતા ફેક કોલમા માહિતની કે ખાતા નંબર કે ઓટોપી ન આપવો ખાસ કરીને હાલ ઓનલાનઇ જોબના નામે ફ્રોડ થઇ રહ્યાં છે જેથી યુવાનો ઓનલાઇન જોબના નામે આવતી ફ્રોડ ઓફરથી સાવધાન રહેવુ જોઇએ.

અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો: Ahmedabad: ગેરકાયદેસર રીતે ધમધમી રહીં હતી ફટાકડાની ફેક્ટરી, SOG એ હાથ ધરી કાર્યવાહી

આ પણ વાંચો: પાંચ વર્ષમાં રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી, Cyber Crime વિભાગે આપ્યાં ચોંકાવનારા આંકડા

આ પણ વાંચો: Kutch: જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાંચ કરોડની કિંમતના ચરસના 10 પેકેટ મળી આવ્યા

Advertisement
Tags :
Advertisement

.