Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CSK vs GT : શુભમન ગિલે એવું શું કર્યું કે લાગ્યો રૂપિયા 12 લાખનો દંડ ?

CSK vs GT : IPL 2024 ની 7મી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે મંગળવારે M A Chidambaram સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની આગેવાનીવાળી ટીમ CSK એ શુભમન ગિલ...
csk vs gt   શુભમન ગિલે એવું શું કર્યું કે લાગ્યો રૂપિયા 12 લાખનો દંડ

CSK vs GT : IPL 2024 ની 7મી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે મંગળવારે M A Chidambaram સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની આગેવાનીવાળી ટીમ CSK એ શુભમન ગિલ (Shubman Gill) ની ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમને 63 રને હરાવી હતી. આ મેચ કોઇ પણ રીતે શુભમન ગિલ (Shubman Gill) માટે સારી રહી નહોતી. પહેલા ટીમ (GT)ને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલું ઓછું હતું કે, પોતાની ટીમની ધીમી ઓવર રેટ (Slow Over Rate) માટે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ (fined Rs 12 lakh) ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

Shubman Gill ને રૂ. 12 લાખનો દંડ

ગુજરાત ટાઈટન્સની ટીમે ચાલુ સીઝનમાં પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતી હતી. જે બાદ ટીમના ખૂબ વખાણ થયા હતા. આ મેચમાં શુભમન ગિલ તેના ગત વર્ષના સાથી ખેલાડી અને ગુજરાત ટાઈટન્સના ભૂતપૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા સામે જીત મેળવી હતી. જે તેના માટે ખાસ હતી. જોકે, ગુજરાતની બીજી મેચ એક એવી ટીમ સામે હતી કે જેણે ગત વર્ષે તેને ફાઈનલમાં માત આપી હતી. જીહા, ચુન્નઇ સુપર કિંગ્સ સામે મંગળવારના રોજ ગુજરાત ટાઈટન્સની ટીમની મેચ રમાઈ હતી. જેમા GT ની શરમજનક હાર થઇ હતી. આ હાર કરતા પણ વધારે ગિલ માટે એક બીજો મોટો ઝટકો હતો. તેણે ચેન્નઇ સામે રમાયેલી મેચમાં એક એવી ભૂલ કરી હતી જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેઓ CSK સામે ધીમા ઓવર રેટ માટે દોષિત જણાયા હતા. આ તેનો પહેલો ગુનો છે અને તેના કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગુજરાત માટે આ સિઝનની માત્ર બીજી મેચ છે.

Advertisement

શુભમન ગિલને શા માટે સજા થઈ?

IPL દ્વારા જારી કરાયેલી સત્તાવાર મીડિયા રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને IPL 2024ની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 26 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જણાવી દઇએ કે, ગુજરાત ટાઇટન્સે તેની 20મી ઓવરની બોલિંગ સમયસર શરૂ કરી ન હતી. આ જ કારણ છે કે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. મેચમાં પણ તેને સજા કરવામાં આવી હતી કારણ કે છેલ્લી ઓવર દરમિયાન 30-યાર્ડ સર્કલની બહાર માત્ર ચાર ખેલાડીઓ હતા. જો 20મી ઓવર સમયસર નાખવામાં આવી હોત, તો કેપ્ટન શુભમન ગિલને 30-યાર્ડ સર્કલની બહાર પાંચ ખેલાડીઓ મૂકવાની મંજૂરી આપવામાં આવી હોત. જોકે, CSKએ છેલ્લી ઓવરમાં માત્ર 8 રન બનાવ્યા હતા.

કેપ્ટન તરીકે શુભમનની આ પ્રથમ સીઝન

હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદથી શુભમન ગિલ વિશ્વની સૌથી મોટી લીગમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ મેચમાં જ તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી હતી. પરંતુ બીજી મેચમાં CSK સામે તેનું બેટ કામ કરી શક્યું ન હતું. અહીં, બેટિંગ સિવાય, તે કેપ્ટનશિપમાં પણ શ્રેષ્ઠતા બતાવી શક્યો નહીં અને તેની ટીમ હારી ગઈ. મેચ બાદ આ દંડ તેમના માટે બેવડી મુસીબત લઈને આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તે 31મી માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કેવા મનોબળ સાથે ઉતરે છે.

Advertisement

હાર બાદ શુભમન ગિલે શું કહ્યું ?

શુભમન ગિલે મેચ બાદ કહ્યું, 'તેઓએ (CSK) અમને બેટિંગમાં હરાવ્યા અને પછી જ્યારે તેઓ બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમનું કામ ઘણું સારું હતું.' તેણે કહ્યું, 'અમે પાવરપ્લેમાં સારા રન બનાવી શક્યા નહીં. અમને 190 થી 200 રનના લક્ષ્યની અપેક્ષા હતી કારણ કે અહીં સારી વિકેટ હતી. પરંતુ અમે બેટિંગમાં નિરાશ થયા. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ CSK એ 6 વિકેટે 206 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શકી હતી અને ચેન્નઈ સુપરકિંગ્સ આ મેચ 63 રને જીતી હતી.

નીચે આપેલી લિંક પર ક્લીંક કરી જાણો IPL આચાર સંહિતા વિશે

Code of Conduct for Players

આ પણ વાંચો - IPL 2024 : CSK ની સતત બીજી જીત, GT ને 63 રનથી હરાવ્યું…

આ પણ વાંચો - RCB vs PBKS : ચાલુ મેચમાં એક દર્શક મેદાનમાં ઘુસ્યો, કોહલી સાથે કર્યું કઇંક આવું, Video

Tags :
Advertisement

.