Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ

અહેવાલ--સાગર ઠાકર, જૂનાગઢ  જૂનાગઢનું પ્રાચીનતમ શિવાલય ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ઈન્દ્રેશ્વર મહાદેવ સાથે અન્નપૂર્ણા માઁ અને ઈન્દ્રગંગા કુંડ રોચક પૈરાણિક કથા, ઈતિહાસનું સાક્ષી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભક્ત કવિ નરસિંહ મહેતાએ અહીં તપ કર્યું અને મહાદેવ પ્રસન્ન થયા શ્રાવણ માસના પ્રથમ સોમવારે...
04:43 PM Aug 21, 2023 IST | Vipul Pandya
અહેવાલ--સાગર ઠાકર, જૂનાગઢ 
જૂનાગઢ (Junagadh) ના પ્રાચીનતમ શિવાલયો પૈકીનું એક એવું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન ઈન્દ્રેશ્વરના મુખ્ય મંદિર સાથે અહીં માઁ અન્નપૂર્ણાની ગુફા આવેલી છે અને ઈન્દ્ર ગંગા કુંડ પણ આવેલો છે. આ મંદિર ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ અહીં તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા તે જ આ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જ્યાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા.
જૂનાગઢના પ્રાચીનતમ શિવાલયો પૈકીનું એક 
ગિરનારની ગોદમાં આવેલ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જૂનાગઢના પ્રાચીનતમ શિવાલયો પૈકીનું એક છે. ગૌતમ ઋષિના શ્રાપથી મુક્તિ હેતુ દેવોના રાજા ઈન્દ્રએ અહીં તપ કર્યુ અને મહાદેવ પ્રસન્ન થયા તે આ ઈન્દ્રેશ્વર મહાદેવ અને શ્રાપ મુક્તિ હેતુ ગંગાજી પ્રગટ થયા તે ઈન્દ્ર ગંગા કુંડ કે જેમાં સ્નાન કરીને ઈન્દ્ર રાજા શ્રાપ મુક્ત થયા. આ કુંડમાં સ્નાન કરવાથી રોગ દોષમાંથી મુક્તિ મળે છે. ભગવાન ઈન્દ્રેશ્વર મહાદેવના મુખ્ય મંદિર સાથે અહીં માઁ અન્નપૂર્ણાની ગુફા આવેલી છે.
ભક્ત કવિ નરસિંહ મહેતાએ અહીં તપ કર્યું
આ મંદિર નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ અહીં તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા, નરસિંહ મહેતાએ જે મહાદેવની આરાધના કરી તે જ આ ઇન્દ્રેશ્વર મહાદેવ છે જ્યારે ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે પ્રભુ આપને પણ દુર્લભ હોય તે મને આપો ત્યારે મહાદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું નરસિંહને દર્શન કરાવ્યું, આમ નરસિંહ મહેતાનો આ મંદિર સાથેનો નાતો છે.
ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વિશેષ પૂજા અર્ચના અભિષેક અને શ્રૃંગાર
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ આમ પણ મહાદેવજીનો પ્રિય માસ છે જેમાં શિવ આરાધના થાય છે તેમાં પણ મહાદેવજીનો વાર ગણાતા સોમવારના દિવસે શિવાલયોમાં શિવપૂજા કરવાનું વિશેષ મહત્વ છે ત્યારે પ્રાચીન શિવાલયોમાં ભાવિકોની વધુ ભીડ જોવા મળે છે. ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વિશેષ પૂજા અર્ચના અભિષેક અને શ્રૃંગાર કરવામાં આવ્યા હતા અને ભાવિકોએ આ પ્રાચીનતમ શિવાલયમાં પૂજા અર્ચના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો---શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મુક્તેશ્વર મહાદેવ ને 50 કિલો ફ્રૂટ નો શણગાર કરવામાં આવ્યો
Tags :
DevoteesIndreshwar Mahadev TempleJunagadhShravan
Next Article