Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો
Rajkot: રાજકોટ શહેર હવે ક્રાઈમ શહેર બનતું જાય છે, દિવસને દિવસે અહીં ક્રાઈમ વધી રહ્યા છે. ગુનેગારો રાજકોટ પોલીસને પડકાર ફેકતા હોય તેમ હત્યા કરી રહ્યા છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટ (Rajkot)માં એક હત્યા થઈ હતી તે કેસમાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ફરી એક બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટમાં એકની હત્યા કરીને લાશને સળગાવી દેવામાં આવી છે. આ બનાવ રાજકોટ પોલીસને સીધો પડકાર દેખાઈ રહ્યો છે.
સ્વાતિ પાર્કના રસ્તા પરથી મૃતદેહ મળ્યો મળી આવ્યો
નોંધનીય છે કે, આગાઉના કેસ ઉકેલવામાં નાકામ રાજકોટ પોલીસ (Rajkot Police) સામે વધુ એક હત્યા બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં વધુ એક હત્યા કરી સળગાવી નાખવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પરંતુ એકની હત્યા કરી હત્યારાઓએ (એકથી વધારે હોય તો) આવારું જગ્યા મૃતદેહ સળગાવી દીધો હતો. જેથી આ પોલીસ હત્યાનો ભેદ ઉકેલી ના શકે. મળતી વિગતો પ્રમાણે સાંઈબાબા સર્કલ પાસેથી આગળ જતા સ્વાતિ પાર્કના રસ્તા પરથી મૃતદેહ મળ્યો મળી આવ્યો છે.
આજીડેમ પોલીસ મથક વિસ્તારની ધટના સામે આવી
વિગતે વાત કરવામાં આવે તો પહેલા ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તાર તો બીજી આજીડેમ પોલીસ મથક વિસ્તારની ધટના સામે આવી છે. થોડા સમય પહેલા રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં અર્જુન વ્યાસ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા કરવામાં આવી હતી. અત્યારે બીજા બનાવની વાત કરવામાં આવે તો, યુવકની ત્યા કરી સળગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે કોઠારીયા વિસ્તારમાં સાંઈબાબા સર્કલ પાસે સ્વતિપાર્ક પાસે યુવકનો સળગાવેલ હાલતમાં મૃતદેહ મળ્યો છે. રાજકોટમાં આગઉ પણ લાલપરી પાસે થેલામાંથી મળેલા મૃતદેહ પોલીસ કોઈ ઓળખ મેળવી શકી નહોતી. આ સાથે આજી નદી પટમાંથી બાળકનું કપાયેલ માથું મળ્યું હતું તેની તપાસ હજૂ સુધી પણ માત્ર કાગળ પર છે.
આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ
મળતી જાણકારી પ્રમાણે સમગ્ર મામલે આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આજે મૃતદેહનું ફોરેન્સિક PM કરવામાં આવશે. જેથી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને રાહ મળે. અહીં પ્રશ્ન એ થાય છે કે, હજી આગાઉનો હત્યાનો કેસ તો રાજકોટ પોલીસે ઉકેલ્યો નથી, ત્યા બીજો હત્યાનો કેસ સામે આવી ગયો છે. શું આ હત્યારોઓ રાજકોટ પોલીસને પડકાર ફેકી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોમાં અત્યારે પોલીસનો ભય ઓછો નહીં પરંતુ નહિવત થઈ ગયો છે. કારણ કે, રાજકોટ પોલીસ હત્યાનો ભેદ ઉકેલવામાં નાકામ રહીં છે.