Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gun Licence Scam : 50 જેટલાં પરવાના ધારકોની યાદી તૈયાર, એટીએસ અને ક્રાઈમ બ્રાંચ કરશે મોટી કાર્યવાહી

Gun Licence Scam : ગુજરાત રાજ્યમાં નિયમાનુસાર દસ્તાવેજો અને કારણો હોય તો પણ કાયદેસરનો હથિયાર પરવાનો મેળવવા લાખો રૂપિયા વેરવા પડે છે. બીજી તરફ લાખો રૂપિયામાં ઘરે બેઠાં ઓલ ઈન્ડિયા વેપન લાયસન્સ મળી જાય છે. રાજ્યમાં ચાલી રહેલા હથિયાર પરવાના...
gun licence scam   50 જેટલાં પરવાના ધારકોની યાદી તૈયાર  એટીએસ અને ક્રાઈમ બ્રાંચ કરશે મોટી કાર્યવાહી
Advertisement

Gun Licence Scam : ગુજરાત રાજ્યમાં નિયમાનુસાર દસ્તાવેજો અને કારણો હોય તો પણ કાયદેસરનો હથિયાર પરવાનો મેળવવા લાખો રૂપિયા વેરવા પડે છે. બીજી તરફ લાખો રૂપિયામાં ઘરે બેઠાં ઓલ ઈન્ડિયા વેપન લાયસન્સ મળી જાય છે. રાજ્યમાં ચાલી રહેલા હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam) માં તાજેતરમાં જ સુરેન્દ્રનગર એસઓજીએ ધડાકો કરી સંખ્યાબંધ આરોપીઓ પાસેથી હથિયારો અને પરવાના કબજે કર્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) અને ગુજરાત એટીએસ ( ATS Gujarat) પણ આવી જ કામગીરીની હરિફાઈમાં લાગી ગઈ છે. એકાદ સપ્તાહ અગાઉ બોગસ કોલ સેન્ટર ચલાવતા શખ્સ સહીત અડધો ડઝન જેટલાં શખ્સોને ઉપાડી લઈ એટીએસ કૌભાંડના મૂળ સુધી જવા જહેમત કરી રહી છે. જયારે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ મામલે તપાસ ચલાવી રહી છે.

Advertisement

સાતેક વર્ષથી ચાલે છે કૌભાંડ ?

હથિયાર પરવાનો મેળવવા ઈચ્છુક હેસિયત વિનાના સંખ્યાબંધ શખ્સો પાસે ગુજરાતમાં આજની તારીખે ઓલ ઈન્ડિયા હથિયાર પરવાના (All India Arms License) ધરાવે છે. સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લાં સાતેક વર્ષથી ઉત્તર પૂર્વોત્તર રાજ્યમાંથી Gun Licence Scam ચાલી રહ્યું છે. ભારતભરમાં ગન લઈને ફરી શકાય તેવા લાયસન્સ ધરાવનારા મોટાભાગના શખ્સોએ ગુજરાતમાં બેઠાં બેઠાં ગોઠવણથી All India Arms License મેળવી લીધા છે. લાખો રૂપિયા લઈને આંતરરાજ્ય ટોળકી સુવ્યવસ્થિત રીતે Gun Licence Scam ચલાવતી આવી છે. હાલમાં આ ટોળકીના સૂત્રધારો ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

Advertisement

મુખ્ય સૂત્રધાર મુકેશ બાંભા કોણ છે ?

સપ્ટેમ્બર-2019માં અમદાવાદની નિકોલ પોલીસે (Nikol Police) કઠવાડા વિસ્તારમાં ગોંધી રખાયેલા 12 બાળકો સહિત 94 મજૂરોને છોડાવ્યા હતા. આ મામલામાં ઝડપી લેવાયેલા મુકેશ બાંભા ઉર્ફે મુકેશ ભરવાડ (Mukesh Bambha) ની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, છેલ્લાં 10 વર્ષથી આસામા, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળથી શ્રમિકાને લાવતો હતો. Mukesh Bambha ફેક્ટરી માલિક પાસેથી શ્રમિકોના વેતન પેટે રૂપિયા મેળવી લેતો, પરંતુ મજૂરોને ચૂકવણી કરતા નહીં. મોટાભાગના શ્રમિકાના દસ્તાવેજો જપ્ત કરી લઈ તેમને ત્રણ-ત્રણ મહિના સુધી રૂપિયાની ચૂકવણી કર્યા વિના મજૂરી કરવા માટે ફરજ પડાતી હતી.

આ પણ  વાંચો -BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા

એટીએસ અને ક્રાઈમ બ્રાંચમાં તપાસનો ધમધમાટ

Gujarat ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમો ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં ડેરા નાંખીને બેઠી છે. મેઘાલય (Meghalaya), નાગાલેન્ડ (Nagaland), મણીપુર (Manipur) સહિતના રાજ્યોમાંથી ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ સ્થાનિક અધિકારીઓ અને એજન્ટોની ટોળકી ચલાવી રહી છે. ગુજરાતમાં રહેતા શખ્સોના નામે ભાડા કરાર કરાવીને ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી હથિયાર પરવાનો અપાવવાનું એક મોટું કૌભાંડ (Gun Licence Scam ) હાલમાં સામે આવ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી (Surendranagar SOG) એ 21 શખ્સોને શોધી કાઢી 25 ફાયર આર્મ્સ, 216 કારતૂસ તેમજ 21 પરવાના કબજે કરી તમામની સામે આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સની કલમો હેઠળ ગણતરીના દિવસોમાં કાર્યવાહી કરી છે.

આ પણ  વાંચો -Gun Licence Racket : ગુજરાતમાં ગુનાહિત શખ્સો પાસે ગન અને લાયસન્સ બંને, કોણ છે સમગ્ર કૌભાંડની પાછળ ?

રાજ્યભરમાં ફેલાયેલું આ કૌભાંડ

અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિત રાજ્યભરમાં Gun Licence Scam ફેલાયેલું છે. હથિયાર પરવાના મેળવવા માટે મુકેશ બાંભા, હરિયાણાના શૌકત સહિતની ટોળકીએ ગુજરાતમાં રહેતા શખ્સોના બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે. ઓલ ઈન્ડિયા હથિયાર પરવાના ધરાવતા શખ્સો પૈકી મોટાભાગના બેનંબરી ધંધાવાળા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા છે. સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જાણવા જોગના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને કૌભાંડના મૂળ નજીક પહોંચી ગઈ છે.

Tags :
Advertisement

.

×