Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી ધરતીથી અંતરિક્ષમાં પહોંચી, જાણો કયાં થયો લેન્ડ

ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ટ્રોફી ધરતીથી 1,20,000 ફૂટ પર અંતરિક્ષમાં પહોંચી છે. ધરતીથી અંતરિક્ષમાં છોડવામાં આવેલી ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ થઈ છે. ICC વન-ડે વર્લ્ડ કપની ટુર 27 જૂનથી ભારતમાંથી શરૂ થશે. દુનિયાભરમાં યાત્રા કરીને ચાર સપ્ટેમ્બરે યજમાન દેશ...
10:17 PM Jun 26, 2023 IST | Hiren Dave

ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ટ્રોફી ધરતીથી 1,20,000 ફૂટ પર અંતરિક્ષમાં પહોંચી છે. ધરતીથી અંતરિક્ષમાં છોડવામાં આવેલી ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ થઈ છે. ICC વન-ડે વર્લ્ડ કપની ટુર 27 જૂનથી ભારતમાંથી શરૂ થશે. દુનિયાભરમાં યાત્રા કરીને ચાર સપ્ટેમ્બરે યજમાન દેશ ભારતમાં ટ્રોફી પરત આવશે. ટ્રોફીને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે જોડવામાં આવી હતી. ટ્રોફી સાથે 4K કેમેરાની મદદથી પૃથ્વીની બહાર અંતરીક્ષમાં ટ્રોફીની કેટલીક આશ્ચર્યજનક તસવીરો પણ લેવામાં આવી છે.

 

જય શાહે ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો 

BCCI ના સચિવ જય શાહે ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી વર્લ્ડ કપ ટ્રોફીને અંતરીક્ષમાં લોન્ચ કરાતો વીડિયો શેર કર્યો છે. જય શાહે કહ્યું કે ક્રિકેટ જગત માટે આ યાદગાર પળ છે, જ્યારે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરાયું છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલી આ પહેલી સત્તાવાર ટ્રોફીમાંથી એક છે, આની સાથે જ ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફીના પ્રવાસની શરૂઆત થઈ છે.

 

2023 વર્લ્ડકપ ટ્રોફી ટુરનો સૌથી મોટું સંસ્કરણ હશે, જે ક્રિકેટ ચાહકો માટે દુનિયાભરના જુદા જુદા દેશો અને શહેરોમાં પહોંચશે. 27 જૂનથી શરૂ થનાર ટ્રોફી ટુરમાં ટ્રોફી મલેશિયા, બહેરીન, ઇટલી, ફ્રાન્સ, યુગાન્ડા, નાઇઝીરિયા, કુવૈત સહિત 18 દેશોમાં પહોંચશે, ત્યારબાદ યજમાન દેશ ભારતમાં 4 સપ્ટેમ્બરે ટ્રોફી પરત ફરશે. વર્લ્ડ કપ ટ્રોફીની ટુર 27 જૂનથી 14 જુલાઈ સુધીમાં ભારતમાં થશે, ત્યારબાદ ટ્રોફી ન્યુઝીલેન્ડ લઈ જવાશે.

 

ICC વર્લ્ડકપ 2023નો શિડ્યુલ જાહેર થશે
આવતીકાલે ICC વર્લ્ડકપ 2023નો શિડ્યુલ જાહેર કરાશે. સવારે 11:30 વાગે મુંબઈ ખાતે વર્લ્ડકપનો શેડ્યુલ જાહેર થશે. વર્લ્ડ કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 15 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાન સામે મહામૂકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.10 કરતા વધુ દર્શકો નિહાળી શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત સાથે અમદાવાદના મેદાન પર મેચ રમવાની તૈયારી દર્શાવતા શિડયુલ જાહેર કરાશે.

અમદાવાદના મેદાન ઉપર રમવા માટે ઇનકાર કરાયું હતું.

અગાઉ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ મેચ અમદાવાદના મેદાન ઉપર રમવા માટે ઇનકાર કરાયું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત સામેની મેચ ચેન્નઈ, બેંગ્લોર અથવા કોલકાતામાં શિફ્ટ કરવા માંગણી કરાઈ હતી, જેનો અસ્વીકાર કરાયો. મળી રહેલી માહિતી મુજબ વર્લ્ડ કપ 2023ની પહેલી અને આખરી એટલે કે ફાઇનલ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ સિવાય વર્લ્ડ કપ 2023 ની મેચ નાગપુર, બેંગલોર, તિરુવનતમપુરમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, રાજકોટ, ઇન્દોર, બેંગલોર અને ધર્મશાળાના મેદાન પર રમાઈ શકે છે.

આપણ  વાંચો -ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતીય ખેલાડીની કરી બરાબરી

 

Tags :
AhmedabadCricket World Cup 2023Cricket World Cup TrophyGujaratLand In Ahmedabad Narendra Modi StadiumSpace From EarthSportsTrending NewsWatch Video
Next Article