Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીના રોહિણી વિસ્તારમાં ફિલ્મી ઢબે 1.97 કરોડની લૂંટ, જુઓ વિડીયો

રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે અપરાધીઓ બેફામ બની રહ્યા છે. રાજધાનીમાંથી દરરોજ કોઇના કોઇ ગંભીર અપરાધના સમાચાર આવી રહ્યા છે. જેના કારણે રાજધાનીમાં કાયદા વ્યવસ્થા પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. દિલ્હીમાં મંગળવારે રાત્રે ત્રણ સ્કૂટી સવાર અપરાધીઓએ રોહિણી વિસ્તારમાં એક વેપારી પાસેથી 1 કરોડ 97 લાખ રૂપિયા લૂંટી લીધા છે. રોહિણીના સેક્ટર 24માં 3 શખ્સà
દિલ્હીના રોહિણી વિસ્તારમાં ફિલ્મી ઢબે 1 97 કરોડની લૂંટ  જુઓ વિડીયો
રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે અપરાધીઓ બેફામ બની રહ્યા છે. રાજધાનીમાંથી દરરોજ કોઇના કોઇ ગંભીર અપરાધના સમાચાર આવી રહ્યા છે. જેના કારણે રાજધાનીમાં કાયદા વ્યવસ્થા પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. દિલ્હીમાં મંગળવારે રાત્રે ત્રણ સ્કૂટી સવાર અપરાધીઓએ રોહિણી વિસ્તારમાં એક વેપારી પાસેથી 1 કરોડ 97 લાખ રૂપિયા લૂંટી લીધા છે. 
રોહિણીના સેક્ટર 24માં 3 શખ્સોએ પહેલા સ્કૂટી વડે કારનો પીછો કર્યો અને પિસ્તોલ બતાવીને કારનવી ડિકીમાંથી પૈસા ભરેલી ત્રણ બેગ લૂંટી લીધી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આઆવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે ત્રણ શખ્સોએ વેપારીને રોકીને બેગ લઈ લીધી. તમામ ગુનેગારોએ હેલ્મેટ પહેર્યુ હતું જેથી તેમના ચહેરા ઓળખી ન શકાય.
Advertisement

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. વેપારી નરેન્દ્ર કુમાર અગ્રવાલે જણાવ્યું કે મંગળવારે રાત્રે તે ચાંદની ચોકથી તેના ડ્રાઈવર ધર્મેન્દ્ર કુમાર સાથે લગભગ 1 કરોડ 97 લાખ રૂપિયાની રોકડ સાથે તેના ભત્રીજાના ઘરે પરત ફરી રહ્યો હતા. જ્યારે તેઓ પોકેટ 21, સેક્ટર 24 રોહિણી દિલ્હી પાસે પહોંચ્યા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ સ્કૂટી પર આવ્યો અને તેમની કારનો રસ્તો રોક્યો અને તેમની સાથે દલીલ કરવા લાગ્યો.
તે જ સમયે પાછળથી બીજા 2-3 લોકો આવ્યા અને ડ્રાઇવરની બાજુની બારી તોડી કારની ચાવી આંચકી લીધી હતી. ત્યારબાદ તે શખ્સોએ કારની ડિકી ખોલી 3 બેગમાં રાખેલા તમામ રૂપિયા લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
Tags :
Advertisement

.