ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cricket Awards:વિરાટ કોહલી એવોર્ડ લેવા મુંબઈ કેમ ન ગયો? સામે આવ્યું આ મોટું કારણ!

કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળશે કોહલીને તાજેતરમાં ODI બેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો કોહલી એવોર્ડ લેવા ન ગયો તેનું શું કારણ હતું, જાણો Cricket Awards:ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી(Virat Kohli) આવતા મહિને 19...
09:27 PM Aug 22, 2024 IST | Hiren Dave
Virat Kohli
  1. કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળશે
  2. કોહલીને તાજેતરમાં ODI બેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો
  3. કોહલી એવોર્ડ લેવા ન ગયો તેનું શું કારણ હતું, જાણો

Cricket Awards:ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી(Virat Kohli) આવતા મહિને 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે. કોહલીને તાજેતરમાં CEAT ODI બેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુંબઈમાં આયોજિત ફંક્શનમાં તે રિસીવ કરવા આવ્યો નહોતો. જ્યારે આ સમારોહમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થયા. કોહલી એવોર્ડ લેવા ન ગયો તેનું શું કારણ હતું, ચાલો જાણીએ…

લંડનમાં છે વિરાટ કોહલી

વિરાટ કોહલી હાલ બ્રેક પર છે. રિપોર્ટ્સ અનુસાર, તે આ દિવસોમાં લંડનમાં છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ગયા અઠવાડિયે, કોહલી તેના પરિવાર સાથે યુકેમાં જોવા મળ્યો હતો. કોહલી શ્રીલંકા સામેની વનડે સિરીઝનો ભાગ હતો. જો કે તેને દુલીપ ટ્રોફી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. હવે તેઓ સપ્ટેમ્બરમાં સીધા રમશે. કોહલીને સમગ્ર સિઝનમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શનને કારણે શ્રેષ્ઠ ODI બેટ્સમેન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -IND Vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર,જાણો કયા રમાશે

વર્ષ 2023માં 1377 રન બનાવ્યા

કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે વર્ષ 2023માં 24 ODI મેચોમાં 72.47ની શાનદાર એવરેજ અને 99.13ની સ્ટ્રાઈક રેટથી 1,377 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ છે. ODI વર્લ્ડ કપમાં તેણે 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા હતા. આ રીતે તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. કોહલીને ICC મેન્સ વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Paris Olympic :સ્ટાર શટલર Ashwini Nachappa એ ઉઠાવ્યા સવાલ

કોને કયો એવોર્ડ મળ્યો?

Tags :
CEAT Cricket AwardsCEAT Cricket Awards ListCricketRahul Dravidrohit sharmaSports NewsVirat Kohli
Next Article