Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cricket Awards:વિરાટ કોહલી એવોર્ડ લેવા મુંબઈ કેમ ન ગયો? સામે આવ્યું આ મોટું કારણ!

કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળશે કોહલીને તાજેતરમાં ODI બેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો કોહલી એવોર્ડ લેવા ન ગયો તેનું શું કારણ હતું, જાણો Cricket Awards:ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી(Virat Kohli) આવતા મહિને 19...
cricket awards વિરાટ કોહલી એવોર્ડ લેવા મુંબઈ કેમ ન ગયો  સામે આવ્યું આ મોટું કારણ
  1. કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળશે
  2. કોહલીને તાજેતરમાં ODI બેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો
  3. કોહલી એવોર્ડ લેવા ન ગયો તેનું શું કારણ હતું, જાણો

Cricket Awards:ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી(Virat Kohli) આવતા મહિને 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે. કોહલીને તાજેતરમાં CEAT ODI બેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુંબઈમાં આયોજિત ફંક્શનમાં તે રિસીવ કરવા આવ્યો નહોતો. જ્યારે આ સમારોહમાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થયા. કોહલી એવોર્ડ લેવા ન ગયો તેનું શું કારણ હતું, ચાલો જાણીએ…

Advertisement

લંડનમાં છે વિરાટ કોહલી

વિરાટ કોહલી હાલ બ્રેક પર છે. રિપોર્ટ્સ અનુસાર, તે આ દિવસોમાં લંડનમાં છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. ગયા અઠવાડિયે, કોહલી તેના પરિવાર સાથે યુકેમાં જોવા મળ્યો હતો. કોહલી શ્રીલંકા સામેની વનડે સિરીઝનો ભાગ હતો. જો કે તેને દુલીપ ટ્રોફી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. હવે તેઓ સપ્ટેમ્બરમાં સીધા રમશે. કોહલીને સમગ્ર સિઝનમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શનને કારણે શ્રેષ્ઠ ODI બેટ્સમેન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -IND Vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર,જાણો કયા રમાશે

વર્ષ 2023માં 1377 રન બનાવ્યા

કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે વર્ષ 2023માં 24 ODI મેચોમાં 72.47ની શાનદાર એવરેજ અને 99.13ની સ્ટ્રાઈક રેટથી 1,377 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ છે. ODI વર્લ્ડ કપમાં તેણે 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા હતા. આ રીતે તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. કોહલીને ICC મેન્સ વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Paris Olympic :સ્ટાર શટલર Ashwini Nachappa એ ઉઠાવ્યા સવાલ

કોને કયો એવોર્ડ મળ્યો?

  • લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ- રાહુલ દ્રવિડ
  • પુરૂષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર – રોહિત શર્મા
  • મેન્સ ODI બેટ્સમેન ઓફ ધ યર- વિરાટ કોહલી
  • મેન્સ વનડે બોલર ઓફ ધ યર- મોહમ્મદ શમી
  • મેન્સ ટેસ્ટ બેટર ઓફ ધ યર- યશસ્વી જયસ્વાલ
  • મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર- રવિચંદ્રન અશ્વિન
  • મેન્સ T20I બેટ્સમેન ઓફ ધ યર- ફિલ સોલ્ટ
  • મેન્સ T20I બોલર ઓફ ધ યર- ટિમ સાઉથી
  • ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર- સાઈ કિશોર
  • મહિલા ભારતીય બેટર ઓફ ધ યર- સ્મૃતિ મંધાના
  • મહિલા ભારતીય બોલર ઓફ ધ યર- દીપ્તિ શર્મા
  • મહિલા T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનું સન્માન - હરમનપ્રીત કૌર
  • IPLમાં શ્રેષ્ઠ નેતૃત્વ માટે એવોર્ડ- શ્રેયસ ઐયર
  • મહિલા ટેસ્ટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનું સન્માન - શેફાલી વર્મા
  • સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનમાં શ્રેષ્ઠતા માટે એવોર્ડ- જય શાહ
Tags :
Advertisement

.