Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CR Patil :કેન્દ્રીય મંત્રી CR Patilની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએઃCR Patil વરસાદી પાણીના ટીપે ટીપાનો મહત્તમ સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સમગ્ર ગુજરાતમાં બંધ પડેલા ૧૪૮૦૦ બોરને રિચાર્જ કરવાનું આયોજન છેઃ  આગામી 6 સપ્ટે.ના રોજ PM મોદીની...
cr patil  કેન્દ્રીય મંત્રી cr patilની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએઃCR Patil
  • વરસાદી પાણીના ટીપે ટીપાનો મહત્તમ સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી
  • સમગ્ર ગુજરાતમાં બંધ પડેલા ૧૪૮૦૦ બોરને રિચાર્જ કરવાનું આયોજન છેઃ 
  • આગામી 6 સપ્ટે.ના રોજ PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે કાર્યક્રમ યોજાશે
  • સુરત સહિતના ચાર જિલ્લાના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સહિતના પદાધિકારી-અધિકારીઓ જોડાયા

CR Pati:કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ(Union Minister CR Patil)ની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ ‘કેચ ધ રેઈન’રેઈન વોટર હાર્વેસ્ટીંગ (Public awareness progra)અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

દક્ષિણ ગુજરાતમાં રાજયનું 65 ટકા પાણી રહેલું છે

મેરિડીયન હોટલ ખાતે જળશકિત મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ સૌને સાથે મળીને વરસાદરૂપી અમૃતના એક એક ટીપાને જમીનમાં સગ્રહ કરવા માટેના ભગીરથ કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે,કેચ ધ રેઈનના ધ્યેય સાથે જનભાગીદારીથી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાના સામૂહિક કાર્યનો આરંભ થઈ ચૂકયો છે. આપણા ઘર, મહોલ્લા, ગામ, શેરીઓ સુધી આ અભિયાનને લઈ જવાની હાંકલ કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રાજયનું 65 ટકા પાણી રહેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 20 નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ભૂગર્ભ જળસંગ્રહના હેતુ સાથે 24,800 બોર કરવા જઈ રહ્યા છીએ. જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે.

Advertisement

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને જળભંડાર આપીએઃ CR Patil

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વની 18 ટકા વસ્તી અને પશુધન ભારતમાં છે, જયારે પાણી માત્ર ચાર ટકા છે. આ ચાર ટકા પાણીનું વ્યવસ્થિત પ્લાનીંગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહી રહે. પહેલાના સમયમાં લોકો પાણીની પરબ બંધાવતા હતા, જેથી તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આગામી તા.૬ઠ્ઠીએ રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગેનો કાર્યક્રમ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના આંગણે થનાર છે, જેમાં પણ મોટી સંખ્યામાં સૌને હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો.


સમગ્ર ગુજરાતમાં 14800 બોર બંધ પડેલા છે

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલે વોટર રિચાર્જીંગના કાર્યને સૌ સાથે મળીને જનઆંદોલનરૂપે ઉપાડવાનો અનુરોધ કર્યો હતો. તાજેતરમાં ઓલપાડના દેલાડમાં 136 બોર કરાયા હોવાનું જણાવી ઉમેર્યું કે, અગાઉ આ ગામમાં ટીડીએસનું પ્રમાણ 1100 થી 1200 હતું, જ્યાં બોર કર્યા બાદ ઘટીને ૬૦૦ ટીડીએસ જેટલું થયું હોવાનું તેમજ સમગ્ર ગુજરાતમાં 14800 બોર બંધ પડેલા છે, જેમાંથી 10 હજાર બોરને રિચાર્જ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

જુદી જુદી ડિઝાઈન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી

આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, રેઈન વોટર હાર્વેસ્ટીંગ વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે પાલિકા દ્વારા જનભાગીદારીની પોલિસી બનાવી હતી, જેમાં 70 ટકા સરકાર,20 ટકા પદાધિકારીઓની ગ્રાંટ તથા 10 ટકા પાલિકાના સ્વ-ભંડોળમાંથી આપવામાં આવે છે. આગામી સમયમાં દરેક ઝોન-વોર્ડ કક્ષાએ જનજાગૃતિ લાવીને સોસાયટીઓમાં, ઘરોમાં લોકો મહત્તમ વોટર રિચાર્જના કાર્યમાં જોડાય તે માટે કાર્યક્રમો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત 2038 જેટલી સરકારી પ્રિમાઈસીસમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે. એક થી દોઢ લાખના ખર્ચે કરોડો લિટર પાણીનો જથ્થો જમીનમાં સગ્રહ થાય તે માટેની જુદી જુદી ડિઝાઈન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ આગામી સમયમાં સુરત જિલ્લામાં 2031 જેટલા રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યો હાથ ધરવામાં આવનાર છે એમ જણાવી ગામ, તાલુકા પંચાયતો સ્વ-ભંડોળમાંથી ઈન્ડસ્ટ્રીઝના સહકારથી જનભાગીદારી સાથે વધુમાં વધુ પાણીને સંગ્રહિત કરવા, વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ અવસરે નાણા મંત્રીકનુભાઈ દેસાઈ, ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી,દ.ગુજરાતના સુરત સહિત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના ધારાસભ્યો, કલેકટરઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.