Delhi માં જે નવેમ્બરમાં ક્યારે પણ ન થયું, તે ડિસેમ્બરના પ્રથમ દિવસે થયું
- Delhi નો અત્યાર સુધીનો સૌથી Pollution દિવસ 18 નવેમ્બર
- બે માસમાં Delhi ના ઈતિહાસમાં સૌથી ખરાબ વાતાવરણ
- શાળાઓને લગતા પગલાંમાં ફેરફારો કરવામાં આવ્યા છે
CPCB Delhi Air Pollution : Delhi Air Pollution એ દેશ સહિત દુનિયાભરમાં એક ચિંતાનું વાતાવરણ સર્જ્યું હતું. કારણે કે... છેલ્લા બે મહિનાથી દિલ્લીના વાતાવરણમાં Pollution નું દિવસે અને દિવસે પ્રમાણ વધી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે, Delhi માં ફરી એકવાર કોરોના જેવી મહામારી આવી ગઈ હોય. કારણ કે... દરેક વ્યક્તિઓ માસ્ક પહેરીને ફરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે વર્ષ 2024 ના અંતિમ મહિનાની પ્રથમ તારીખે Delhi Pollution માટે એક સારા સમાચાર આવ્યા છે. પહેલી વખત Delhi માં આ નીચલા સ્તરે AQI જોવા મળ્યો છે.
Delhi નો અત્યાર સુધીનો સૌથી Pollution દિવસ 18 નવેમ્બર
તો CPCB ના જણાવ્યા અનુસાર, આજરોજ 285 AQI જોવા મળ્યો છે. આ પહેલીવાર છે, ગત બે મહિનાઓની સરખામણીમાં જ્યારે 300 AQIથી નીચે AQI નો આંકડો સામે આવ્યો હોય. જોકે 285 AQI પણ ખરાબ શ્રેણીમાં જ આવે છે. પરંતુ Delhi જેવા શહેરોમાં આ AQI નો આંકડો ઉત્તમ ગણવામાં આવે છે. જોકે દિવાળીના સમયગાળા પછી Delhi માં એક સાથે Pollution માં વધારો થવા લાગ્યો હતો. તેના કારણે દિવસે અને દિવસે હવાની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો હતો. તો આ વર્ષે નવેમ્બરમાં બેવાર 450 AQIથી નીચેની શ્રેણીમાં જોવા મળ્યો છે.
આ પણ વાંચો: GST Collection સાથે સરકારી તિજોરીઓ રેલછેલ, કિંમત જાણીને ચોંકી જશો
Click on the link below to know the #AQI of 257 cities in the country.https://t.co/iLGya1F0mK#SameerApp #CPCB #AQIUpdate@byadavbjp @KVSinghMPGonda @moefcc @mygovindia @PIB_India pic.twitter.com/2s2l9CtTHz
— Central Pollution Control Board (@CPCB_OFFICIAL) December 1, 2024
બે માસમાં Delhi ના ઈતિહાસમાં સૌથી ખરાબ વાતાવરણ
નવેમ્બરમાં 6 વખત 401-450 AQI ને માપવામાં આવ્યો છે. જ્યારે બાકીના 22 દિવસમાં 301-400 AQI નો આંકડો સામે આવ્યો છે. તો નવેમ્બર માસમાં સૌથી સારો દિવસે 27 નવેમ્બર હતો. જ્યારે 303 AQI માપવામાં આવ્યો હતો. તે ઉપરાંત 18 નવેમ્બરના રોજ 494 AQI માપવામાં આવ્યો હતો. જે Delhi નો અત્યાર સુધીનો સૌથી વધુ પ્રદૂષિત દિવસ માનવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2018 પછી વર્ષ 2024 અને ગત બે મહિનાઓ Delhi ના ઈતિહાસમાં સૌથી ખરાબ વાતાવરણ નોંધાયું હતું. કારણ કે... આ બે મહિનાની અંદર લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીઓ આવતી હતી.
શાળાઓને લગતા પગલાંમાં ફેરફારો કરવામાં આવ્યા છે
Pollution ના ખરાબ સ્તરને ધ્યાનમાં રાખીને Delhiમાં ગ્રેપ-4 લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમો 2 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ Pollution સાથે વ્યવહાર કરવા માટેના GRAP ના ચોથા તબક્કા હેઠળ કટોકટીનાં પગલાં હળવા કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે આદેશ આપ્યો છે કે આ પગલાં 2 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. જોકે શાળાઓને લગતા પગલાંમાં ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી બાળકોના શિક્ષણને અસર ન થાય. તે ઉપરાંત હાલમાં, શાળાઓમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં અભ્યાસ હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો: મહાયુતિમાં કોઈ મતભેદ નથી, આવતીકાલે CM નું નામ જાહેર કરાશે: Eknath Shinde