સામાજિક કાર્યકર્તા Medha Patkar ને 23 વર્ષ જુના કેસમાં કોર્ટે સંભળાવી જેલની સજા
સામાજિક કાર્યકર્તા મેધા પાટકર (Social Activist Medha Patkar) ને આજે સોમવારે કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. દિલ્હીની એક કોર્ટે મેધા પાટકર (Medha Patkar) ને 5 મહિનાની જેલ (Jail) ની સજા ફટકારી છે. આ ઉપરાંત 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. KVICના તત્કાલિન અધ્યક્ષ વીકે સક્સેના (KVIC Chairman VK Saxena) દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસ (Criminal Defamation Case) માં દિલ્હીની સાકેત કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ મામલો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (Lt Governor of Delhi) સાથે સંબંધિત છે.
કોર્ટે સંભળાવી 5 મહિનાની જેલની સજા
દિલ્હીની એક અદાલતે 1 જુલાઈના રોજ સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલન (NBA)ના નેતા મેધા પાટકરને વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા બે દાયકા જૂના અપરાધિક માનહાનિના કેસમાં 5 મહિનાની જેલની સજા ફટકારી છે. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને સામાન્ય જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. એટલું જ નહીં, કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે. આ તેમની બદનામીની ભરપાઈ માટે હશે. સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ 25 મેના રોજ શ્રીમતી પાટકરને ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 500 હેઠળ ફોજદારી માનહાનિના ગુના માટે દોષિત ઠેરવ્યા હતા.
Delhi's Saket court has suspended the sentence for 30 days to allow Narmada Bachao Andolan activist Medha Patkar to challenge the judgement
— ANI (@ANI) July 1, 2024
The counsel for VK Saxena submitted that they do not want any compensation, they will give it to the Delhi State Legal Services Authority (DLSA).
The court said that compensation would be given to the complainant, and then you could dispose of it as per your wish
— ANI (@ANI) July 1, 2024
મેધા પાટકરે આપી પ્રતિક્રિયા
દિલ્હીની સાકેત કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે સત્યને ક્યારેય હરાવી શકાય નહીં. તેમણે કહ્યું, 'સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારીશું. મેધા પાટકર 'નર્મદા બચાવો આંદોલન' સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે 7 જૂને થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કરી હતી અને સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી. અગાઉ, કોર્ટે કહ્યું હતું કે સક્સેનાને 'દેશભક્ત નહીં પરંતુ કાયર' ગણાવતા અને હવાલા વ્યવહારમાં તેમની સંડોવણીનો આરોપ મૂકતા પાટકરનું નિવેદન માત્ર બદનક્ષી સમાન નથી, પરંતુ તે નકારાત્મક ધારણાને ઉશ્કેરવા માટે રચાયેલું હતું.'
આ પણ વાંચો - Rahul Gandhi in Lok Sabha : ઓમ બિરલા પર કોંગ્રેસ નેતાના અંગત પ્રહાર
આ પણ વાંચો - Rahul Gandhi ના હિન્દુઓ પરના નિવેદનથી સંસદમાં હંગામો…