Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISKCON Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતી કોર્ટ 

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case) ના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. જેલમાંથી બહાર નિકળવા માટે તેણે મેડિકલ ગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે પ્રજ્ઞેશ...
iskcon bridge accident case   પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતી કોર્ટ 
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case) ના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. જેલમાંથી બહાર નિકળવા માટે તેણે મેડિકલ ગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરી હતી
રાજ્યભરમાં ભારે ચર્ચા ઉભી કરનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્રએ કરેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલ સામે આરોપ છે કે તેણે સ્થળ પર હાજર લોકોને ડરાવી ધમકાવી તથા રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી પુત્ર તથ્ય પટેલને હોસ્પિટલમાં લઇ ગયો હતો. આ ગુના માટે પોલીસે પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરી હતી.

Advertisement

કેન્સરની સારવાર માટે જામીન અરજી કરી હતી
દરમિયાન જેલમાં રહેલા પ્રજ્ઞેશ પટેલે મોંઢાના કેન્સરની સારવાર માટે જેલમાંથી જામીન અરજી કરી હતી જેને આજે ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. અમદાવાદ જેલમાં બંધ રહેલા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર સારવાર માટે જામીન અરજી કરી હતી પણ અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી.
તથ્યએ 9 નિર્દોષના જીવ લીધા હતા
ઉલ્લેખનિય છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર રાત્રે 1 વાગે ફુલ સ્પીડમાં પોતાની જેગુઆર કાર ચલાવીને તથ્ય પટેલે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલ પુત્ર આરોપી તથ્યને સ્થળ પરથી લઇ ગયો હતો. પ્રજ્ઞેશ પોતે પણ ગુનાહિત ભુતકાળ ધરાવે છે અને તેની સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાયેલી હતી.
Tags :
Advertisement

.