Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશમાં તખ્તાપલટ: બંગબંધુ શેખ મુજીબની મૂર્તિ પર હથોડાથી પ્રહારો

બાંગ્લાદેશમાં મિલેટ્રીએ સંભાળ્યું શાસન પ્રદર્શનકર્તાઓને શાંત થઇ જવા માટે અપીલ તમામને સાંભળીને યોગ્ય ન્યાય કરવા માટેની બાંહેધરી નવી દિલ્હી ; બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ અનેક વિચલિત કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવા જ એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ બંગબંધુ શેખ મુજીબુર્રેહમાનની...
બાંગ્લાદેશમાં તખ્તાપલટ  બંગબંધુ શેખ મુજીબની મૂર્તિ પર હથોડાથી પ્રહારો
  • બાંગ્લાદેશમાં મિલેટ્રીએ સંભાળ્યું શાસન
  • પ્રદર્શનકર્તાઓને શાંત થઇ જવા માટે અપીલ
  • તમામને સાંભળીને યોગ્ય ન્યાય કરવા માટેની બાંહેધરી

નવી દિલ્હી ; બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ અનેક વિચલિત કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવા જ એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ બંગબંધુ શેખ મુજીબુર્રેહમાનની મૂર્તિ પર ચડીને તેને તોડતા જોવા મળી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓ એટલા ઉગ્ર થઇ ચુક્યા છે કે, તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતા બંગબંધુ શેખ મુજીબુર્રહેમાનની મૂર્તિ પર ચડીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 100 લોકોનાં મોત

બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ થઇ ચુકી છે. પ્રદર્શન વચ્ચે આગચંપી અને હિંસામા 100 થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને હેલિકોપ્ટથી દેશ છોડી ચુક્યા છે. બીજી તરફ સામે આવેલા વીડિયોમાં પ્રદર્શનકારી બંગબંધુ શેખ મુજીબુર્રહેમાનની મૂર્તિ પણ તોડતા જોઇ શકાય છે.

મૂર્તિ પર ચડીને પ્રદર્શનકર્તાઓએ હથોડા માર્યા

બાંગ્લાદેશમાંથી સામે આવેલા વીડિયોમાં પ્રદર્શનકર્તાઓ શેખની મુર્તિ પર ચડીને તેને તોડતા જોવા મળી રહ્યા છે. પ્રદર્શનકારી એટલા ઉગ્ર થઇ ચુક્યા છે કે, તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહેમાનની મૂર્તિ પર ચડીને હથોડાથી મુર્તિ તોડવાનો પ્રયાસ કર્યા હતા. દેશવ્યાપી કર્ફ્યુ છતા લાખો લોકો વડાપ્રધાન આવાસ તરફ કુચ કરી ચુક્યા છે. ઢાકાના શાહબાગ ચાર રસ્તા પર એકત્ર થવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંદોલનમાં 100 થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Advertisement

પીએમ હાઉસમાં ઘુસ્યા પ્રદર્શનકારી

બાંગ્લાદેશમાં હાલની હિંસા 5 ઓગસ્ટના રોજથી શરૂ થઇ. સવારે બાંગ્લાદેશના અલગ અલગ વિસ્તારોમાં દેશવ્યાપી કર્ફ્યૂને ફગાવી દઇને પ્રદર્શનકારીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. રસ્તાઓ પર ઉગ્રપ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન પ્રદર્શનકર્તાઓ અને સત્તાપક્ષના સમર્થકો વચ્ચે ઘર્ષણની પણ ઘટના બની હતી. પ્રદર્શન એટલું ઉગ્ર થઇ ચુક્યું છે કે, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ હિંસા ભડકી ગઇ હતી.

સુરક્ષા દળોએ હિંસક ભીડને હટાવવા માટે ટીયરગેસના શેલ અને સ્ટન ગ્રેનેડનો પ્રયોગ કર્યો હતો. આ હિંસામાં પોલીસ કર્મચારીઓના પણ મોત થઇ ગયા હતા. પ્રદર્શનકર્તાઓ એટલા ઉગ્ર થઇ ગયા કે તેઓ વડાપ્રધાન હાઉસની અંદર ઘુસી ગયા અને સરકારી સંપત્તીઓને આગ હવાલે કરી દીધી હતી.

Advertisement

Tags :
Advertisement

.