Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Counterfeit medicine: દેશમાં નકલી દવાઓનો કાળો કારોબાર!

Counterfeit medicine: દેશભરમાં નકલી દવાઓનો (Counterfeit medicine) કાળો કારોબાર ચાલી રહ્યો છે. કેટલા બધા લોકો દવાઓના ભરોસે જીવન જીવતા હોય છે. ત્યારે આમ નકલી દવાઓ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. દેશમાં જરૂરી 78 દવાઓના સેમ્પલ ફેઈલ દેશમાં...
counterfeit medicine  દેશમાં નકલી દવાઓનો કાળો કારોબાર

Counterfeit medicine: દેશભરમાં નકલી દવાઓનો (Counterfeit medicine) કાળો કારોબાર ચાલી રહ્યો છે. કેટલા બધા લોકો દવાઓના ભરોસે જીવન જીવતા હોય છે. ત્યારે આમ નકલી દવાઓ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

Advertisement

દેશમાં જરૂરી 78 દવાઓના સેમ્પલ ફેઈલ

દેશમાં જરૂરી એવી 78 દવાઓના સેમ્પલ ફેઈલ ગયા છે. આ બધી જ દવાઓ ગુજરાત સહિતના રાજ્યોમાં બનાવવામાં આવી હતી. જે બાદ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગે.નો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં કુલ 78 જરૂરી દવાઓના સેમ્પલ ફેઈલ થાય હોવાનું જાણવા મળી રહ્યું છે.

1008 દવાઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા

ગત વર્ષે ડિસેમ્બર 2023માં 1008 દવાઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આ બધા સેમ્પલોની લેબમાં ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાંથી 78 દવાઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી આવી છે. જેમાં સૌથી વધારે હિમાચલના 40 દવાઓના સેમ્પલ ફાઇલ નીકળી આવ્યા છે.

Advertisement

આ દવાઓમાં બીપી, ડાયાબિટીસ, તાવની દવાઓનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ અસ્થમા, એલર્જી, ઉધરસની દવાઓ પણ સામેલ છે.

25 દવા બનાવનારી કંપનીઓની તપાસ શરૂ

ત્યારબાદ ડ્રગ એલર્ટમાં સામેલ 25 દવા બનાવનારી કંપનીઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખની છે કે આમાં ઘણી કંપનીની દવાના (Counterfeit medicine) સેમ્પલ વારંવાર ફેઈલ થતાં હોય છે.

Advertisement

ગુજરાતની કંપનીઓ અને દવાના નામ કે જેના સેમ્પલ અલગ અલગ માપદંડ હેઠળ ફેઈલ સાબિત થયા

▪️REON PHARMA KATHWADA, અમદાવાદ

-- એજીથ્રોમાઈસિન ટેબ્લેટ IP 500 MG (ZATHRON-500 ટેબ્લેટ)
-- CEFUROXIME AXETIL TABLETE IP (ROXIM-500 ટેબ્લેટ)

▪️એક્યુલાઈફ હેલ્થકેલ પ્રા.લિમિટેડ, સચાણા, ગુજરાત
-- PERITONEAL DIALYSIS SOLUTION IP (1.7% W/V) (NS)

▪️DEEP PHARMA UNIT-2, DHOLKA
-- METFORMIN HYDROCHLORIDE TABLET IP

▪️MAAN ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, મહેસાણા
-- PANTOPRAZOLE TABLETS IP 40MG

આ પણ વાંચો - Surendranagar: કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં 3 શ્રમિક અને 1 સ્થાનિકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.