Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Count Down : 'શનિ'વારે 'રવિ' તરફ પ્રયાણ કરશે આદિત્ય-એલ1 

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈતિહાસ રચ્યા બાદ ઈસરો હવે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. ભારતના પ્રથમ સૌર મિશન (solar mission)  'આદિત્ય-એલ1' (Aditya-L1)ના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું કે તેને શનિવારે (2...
count down    શનિ વારે  રવિ  તરફ પ્રયાણ કરશે આદિત્ય એલ1 
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈતિહાસ રચ્યા બાદ ઈસરો હવે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. ભારતના પ્રથમ સૌર મિશન (solar mission)  'આદિત્ય-એલ1' (Aditya-L1)ના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું કે તેને શનિવારે (2 સપ્ટેમ્બર) સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLVથી લોન્ચ કરવામાં આવશે.
આદિત્ય એલ-1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દુર હશે
શુક્રવારે (1 સપ્ટેમ્બર)ના રોજ આ મિશન સંબંધિત માહિતી આપતી વખતે, ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું  કે આદિત્ય એલ-1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દુર સૂર્યની તરફ નિર્દેશીત રહેશે, જે પૃથ્વી અને સૂર્યની દુરીથી લગભગ 1 ટકા છે.
શું આદિત્ય-L1 સૂર્ય પર ઉતરશે?
ભારતીય અવકાશ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, "સૂર્ય ગેસનો વિશાળ દડો છે અને આદિત્ય-L1 સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે. આદિત્ય-L1 ન તો સૂર્ય પર ઉતરશે અને ન તો સૂર્યની નજીક આવશે." ISRO એ બે ગ્રાફ દ્વારા આ મિશન વિશે વધુ વિગતવાર માહિતી આપી.

Advertisement

યાનને હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે
આદિત્ય-L1 મિશનમાં, અવકાશયાનને લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1)ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. તે પૃથ્વીથી લગભગ 1.5 લાખ કિમી દૂર છે. L-1 બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી અને આ સ્થાનથી સૂર્ય સતત જોઈ શકાય છે.

લોન્ચિંગ પહેલા ઇસરો ચીફ મંદિર પહોંચ્યા હતા
ISRO એ આદિત્ય-L-1 મિશનનું લોન્ચિંગ રિહર્સલ અને રોકેટની આંતરિક તપાસ બુધવારે (30 ઓગસ્ટ) પૂર્ણ કરી હતી. ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું છે કે આ મિશનને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં 125 દિવસનો સમય લાગશે. પ્રક્ષેપણ પહેલા, ISROના વડાએ શુક્રવારે તિરુપતિના સુલુરુપેટામાં શ્રી ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
Tags :
Advertisement

.