ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વકર્યો, RTI ની માહિતી માટે લાંચ લેવાનો પ્રથમ કિસ્સો

RTI : કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેના વિભાગો કેવી રીતે કામ કરે છે અને શું કામ કરે છે તેમજ ક્યાં-ક્યાં નાણા ખર્ચે છે ? આ માહિતી જાણવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે. આ માહિતી અધિકાર એટલે કે, Right to...
04:14 PM Nov 18, 2024 IST | Bankim Patel
featuredImage featuredImage
Bribery also for knowledge of corruption

RTI : કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેના વિભાગો કેવી રીતે કામ કરે છે અને શું કામ કરે છે તેમજ ક્યાં-ક્યાં નાણા ખર્ચે છે ? આ માહિતી જાણવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે. આ માહિતી અધિકાર એટલે કે, Right to Information Act. ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટેનો કાયદો એટલે માહિતી અધિકાર. ગુજરાતના લગભગ તમામ સરકારી - અર્ધ સરકારી વિભાગોના ભ્રષ્ટાચારી બાબુઓને RTI નો કાયદો જરા સરખો પણ પસંદ નથી. ગુજરાત એસીબી (ACB Gujarat) એ સુરેન્દ્રનગરમાં નોંધેલા એક લાંચ કેસમાં સામે આવેલી હકિકતે રાજ્ય સરકારમાં ચાલતી બેફામ લાંચિયાવૃત્તિની પોલ ખોલી નાંખી છે.

 

RTI માટે લાંચ લેવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો

સુરેન્દ્રનગર ખાણ ખનિજ કચેરીમાં સીલીકા રેતીની લીઝ માટે પ્રક્રિયા કરનાર એક નાગરિકની અરજી ફાઈલોમાં દબાઈ ગઈ હતી. લાંબાગાળાથી લીઝની અરજી પડતર હોવાથી અરજદારે RTI અન્વયે ખાણ ખનિજ વિભાગ પાસે માહિતી માગી હતી. જો કે, કચેરી તરફથી આપવામાં આવેલી માહિતી અધૂરી હતી. બાકી માહિતી મેળવવા માટે જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કહેરભાઇ મકવાણા (ઉ. 57) એ અરજદાર પાસે 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. અરજદારે આ મામલે જામનગર એસીબીના પીઆઈ આર. એન. વિરાણી (R N Virani PI) નો સંપર્ક કર્યો હતો. સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાણ ખનિજ વિભાગ (Mines and Minerals Department) ના ગેટ પાસે ગોઠવવામાં આવેલા છટકામાં અમૃત ઉર્ફે આનંદ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, RTI ની માહિતી આપવા માટે લાંચ માગવામાં આવી હોય તેવો આ સત્તાવાર કેસ Gujarat ACB ના ચોપડે નોંધાયો છે.

આ પણ  વાંચો -દિવાળી ગઈ, છતાં અમદાવાદ Police ના હજારો જવાનોનો મહિનાઓનો રજા પગાર ના આવ્યો

નિવૃત્તિના આખરી પડાવમાં ઝડપાયો લાંચીયો ક્લાર્ક

ગુજરાત સરકાર (Gujarat Government) ના ખાણ ખનિજ વિભાગમાં ભ્રષ્ટાચાર વિના એક કાગળ પણ ટેબલથી આગળ નથી વધતો. ખનન માફિયાઓ અને રાજકીય નેતાઓ સાથે ખાણ ખનિજ વિભાગની મીલીભગત જગ જાહેર છે. રાજ્યભરમાં થતા ગેરકાયદે ખનનની યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લો અગ્ર હરોળમાં સ્થાન પામે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 10 હજારની લાંચ લેતા પકડાયેલા અમૃત ઉર્ફે આનંદ મકવાણા (રહે. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) છેલ્લાં દસેક વર્ષથી સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવે છે. 85 હજારનો પગાર મેળવતા અમૃત ઉર્ફે આનંદ નામના આધેડ કર્મચારી આગામી બે મહિનામાં ખાણ ખનિજ વિભાગમાંથી નિવૃત્ત થવાના હતા.

Tags :
ACB GujaratBankim PatelGujarat FirstGujarat GovernmentMines and Minerals DepartmentR N Virani PIRight to Information ActRTI