Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે વાતચીત
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને પાટણના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર સાથે વાત કરી હતી.
પ્રશ્ન-- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેમલગ્નમાં મા બાપની મંજૂરીને લઇને જે વાત કરી હતી તે અંગે તમે શું કહેશો
સરકારમાં અનેકવાર રજૂઆત કરી, મા બાપની સંમતિ લેવી.. ટૂંક સમય પહેલા મુખ્યમંત્રીએ પણ વાત કરી. પૂર્વ  મુખ્યમંત્રી વિજય રુપાણીના શાસનમાં અમે સમાજના પ્રમુખ તરીકે અને તે વખતના ધારાસભ્ય તરીકે પત્ર લખ્યો હતો.વિધાનસભાના ફ્લોરમાં પણ અનેક વખત રજૂઆત કરી કે જે સમાજમાં જે પ્રકારના વિવાદો વિજ્ઞો જે લોકો પ્રેમલગ્ન કરી ને કે  કોર્ટ લગ્ન કરીને ભાગી જાય છે, પરિણામે મા બાપ પર જે વિતે છે, તેમની પર જે અત્યાચાર થાય છે અને તેમને તે મને શોષવું પડે છે તેના અનુસંધાનમાં અમે પૂર્વ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જો મા બાપની મંજૂરી વાળો કાયદો બને તો કેટલાક સમાજો, પાટીદાર સમાજ કે ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, તે સમાજની દિકરીઓ જે ભાગી જતી હોય છે અને પરિણામે પોલીસ જ્યારે પકડીને લાવતી હોય ત્યારે સરેઆમ મા બાપોની બેઇજ્જતી થતી હોય છે.
પ્રશ્ન-- પ્રેમલગ્ન માટે કેમ માતા પિતાની મંજૂરી કેમ ફરજિયાત હોવી જોઇએ
કાયદો અને બંધારણ મુજબ 18 વર્ષની ઉંમરે સ્વતંત્ર અધિકાર છે પણ તે કાયદાનો મિસયુઝ થઇ રહ્યો છે. મા બાપને એટલે જાણ થવી જરુરી છે કે જે દિકરો કે દિકરી લગ્ન કર્યા પછી પોલીસ સ્ટેશને પકડી લાવવામાં આવે છે ત્યારે દિકરો કે દિકરી મા બાપને ઓળખવાની ના પાડે છે તેથી વર્ગ વિગ્રહ ભયંકર ઉભો થાય છે. ભાઇઓ લડતા હોય છે, સમાજ-સમાજ લડતો હોય છે અને કુટુંબ કુટુંબ લડતું હોય છે. આખુ ગામ લડતું હોય છે. એવા ઘણા કિસ્સા છે કે પરિવાર 25 વર્ષથી ગામ છોડીને જતું રહેલું છે અને ગામના લોકો તેમને ગામમાં પેસવા દેતાં નથી. લવ જેહાદ, તીન તલાકનો કાયદો બન્યો છે અને મા બાપને ખબર પડે કે તેમના દિકરી દિકરીએ આ લગ્ન કર્યા છે જેથી તેને પોલીસ અને સમાજમાં બેઇજ્જતી થતી નથી. હું સરકારને અપીલ કરું છું કે આ કાયદો જલ્દીમાં જલ્દી બને.
પ્રશ્ન--સારા સમાજ માટે શું નિયમ હોવા જરુરી છે
સમાજ પોતપોતાના નિયમો અદા કરે છે. મોટા શહેરોમાં તો રિવાજો નિકળી ગયા છે પણ ગામડાઓમાં હજું ચાલે છે જેથી સમાજો વચ્ચે ગેરસમજ હજું ઉભી છે તો સરકાર આ ગેરસમજ દુર કરે અને કાયદામાં ફેરબદલ કરે તેવી મારી માગણી છે.
પ્રશ્ન- યુવાધન મધરાત સુધી બહાર ફર્યા કરે છે તેના વિશે શું કહેશો
30 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે. તમામ ક્ષેત્રોમાં ભાજપ કહે છે કે અમે સફળ છીએ તો શા માટે નબીરાઓ રાતના 2 વાગે મહેફીલ કરીને લોકોને અડફેટે લે છે. કોની પરમિશનથી કે કોના ઇશારાથી આ બધુ કરે છે, તેનો બાપ કે પરિવારમાંથી એમપી કે એમએલએ છે. તેને કોઇએ છુટો દોર આપ્યો છે. ગુજરાત પોલીસ અને સરકાર આવા નબીરાઓ ને નહી છોડે તો આવનારી સ્થિતિ ભયંકર રીતે ખરાબ થશે. લોકો બેફામ બનીને વિડીયો બનાવી રહ્યા છે. પોલીસનો કોઇ ભય રહ્યો નથી આવો કડક કાયદો બનાવી આ લોકોને ભીંસમાં લેવા જોઇએ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.