ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujrat University દ્વારા GCCI ની જાણ બહાર તેમના કોટા માં BJP નેતાની નિમણુક કરતા વિવાદ

ગુજરાત યુનિ.દ્વારા ભાજપ નેતાની નિમણુક કરતા વિવાદ GCCI એ જાતે જ પત્ર લખી નોંધાવ્યો વિરોધ અમે આવા કોઈ નામની ભલામણ કરી નથી : GCCI Gujarat University :ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...
02:39 PM Oct 04, 2024 IST | Hiren Dave

Gujarat University :ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે. જો કે બીજી બાજુ GCCIદ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સે યુનિવર્સિટીને જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી. આમ ગુજરાત યુનિ.દ્વારા જીસીસીઆઈના નોમીની મેમ્બર તરીકે બારોબાર એટલે કે જીસીસીઆઈની જાણ બહાર જ નિમી દીધા હોવાની ફરિયાદ ઉઠી છે.

કુલપતિએ કર્યો સત્તાનો દુરઉપયોગ

સરકારના કોમન યુનિ.એક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં ૨૨માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે તાજેતરમાં યુનિ.ના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં જીસીસીઆઈના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Gandhinagar: ADC બેંકના શતાબ્દી સમારોહ,નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું:અમિત શાહ

અમે કાઉન્સિલમાં નોમીની માટે નામ મોકલ્યું જ નથી: GCCI

મનન દાણી હાલ ભાજપના આઈટી સેલમાં હોદ્દાદાર છે ત્યારે બીજી બાજુ GCCI ના એડિશનલ સેક્રેટરી જનરલ દ્વારા ગુજરાત યુનિ.ને પત્ર લખવામાં આવ્યો છે કે અમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ પણ નામ મોકલ્યુ નથી. જેથી યુનિ.દ્વારા જીસીસીઆઈને મેમ્બરનું નામ મોકલવા-નિમણૂક બાબતે લેટર મોકલવામાં આવે અને ત્યારબાદ સંદર્ભે જીસીસીઆઈ દ્વારા કાઉન્સિલમાં મુકવાના થતા સભ્યનું નામ યુનિ.ને મોકલવામાં આવશે. આમ યુનિ.એ જીસીસીઆઈની જાણ બહાર જ બારોબાર સભ્ય નિમી દીધા છે. મહત્વનું છે કે આ પત્ર બાદ જ ગત સોમવારે યુનિ.માં કાઉન્સિલની મીટિંગ મળી હતી અને જેમાં પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

Tags :
BusinessChamberCommunicationGapcontroversyExecutiveCouncilGCCIGovernanceGujaratFirstGujaratUniversityMananDaniNominationIssuePoliticalAppointmentSocialMediaConvenerUniversityPolitics
Next Article