Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujrat University દ્વારા GCCI ની જાણ બહાર તેમના કોટા માં BJP નેતાની નિમણુક કરતા વિવાદ

ગુજરાત યુનિ.દ્વારા ભાજપ નેતાની નિમણુક કરતા વિવાદ GCCI એ જાતે જ પત્ર લખી નોંધાવ્યો વિરોધ અમે આવા કોઈ નામની ભલામણ કરી નથી : GCCI Gujarat University :ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...
gujrat university દ્વારા gcci ની જાણ બહાર તેમના કોટા માં bjp નેતાની નિમણુક કરતા વિવાદ
Advertisement
  • ગુજરાત યુનિ.દ્વારા ભાજપ નેતાની નિમણુક કરતા વિવાદ
  • GCCI એ જાતે જ પત્ર લખી નોંધાવ્યો વિરોધ
  • અમે આવા કોઈ નામની ભલામણ કરી નથી : GCCI

Gujarat University :ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે. જો કે બીજી બાજુ GCCIદ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સે યુનિવર્સિટીને જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી. આમ ગુજરાત યુનિ.દ્વારા જીસીસીઆઈના નોમીની મેમ્બર તરીકે બારોબાર એટલે કે જીસીસીઆઈની જાણ બહાર જ નિમી દીધા હોવાની ફરિયાદ ઉઠી છે.

કુલપતિએ કર્યો સત્તાનો દુરઉપયોગ

સરકારના કોમન યુનિ.એક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં ૨૨માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે તાજેતરમાં યુનિ.ના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં જીસીસીઆઈના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

આ પણ  વાંચો -Gandhinagar: ADC બેંકના શતાબ્દી સમારોહ,નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું:અમિત શાહ

Advertisement

અમે કાઉન્સિલમાં નોમીની માટે નામ મોકલ્યું જ નથી: GCCI

મનન દાણી હાલ ભાજપના આઈટી સેલમાં હોદ્દાદાર છે ત્યારે બીજી બાજુ GCCI ના એડિશનલ સેક્રેટરી જનરલ દ્વારા ગુજરાત યુનિ.ને પત્ર લખવામાં આવ્યો છે કે અમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ પણ નામ મોકલ્યુ નથી. જેથી યુનિ.દ્વારા જીસીસીઆઈને મેમ્બરનું નામ મોકલવા-નિમણૂક બાબતે લેટર મોકલવામાં આવે અને ત્યારબાદ સંદર્ભે જીસીસીઆઈ દ્વારા કાઉન્સિલમાં મુકવાના થતા સભ્યનું નામ યુનિ.ને મોકલવામાં આવશે. આમ યુનિ.એ જીસીસીઆઈની જાણ બહાર જ બારોબાર સભ્ય નિમી દીધા છે. મહત્વનું છે કે આ પત્ર બાદ જ ગત સોમવારે યુનિ.માં કાઉન્સિલની મીટિંગ મળી હતી અને જેમાં પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Gandhinagar news: વ્યાજખોરોને લઈ ગૃહમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ધારાસભ્યો વ્યાજખોરો માટે રજૂઆત ન કરે

featured-img
બિઝનેસ

UPI : વેપારીઓની બલ્લે બલ્લે! હવે UPIથી પેમેન્ટ લેશો તો મળશે વધુ પૈસા

featured-img
રાષ્ટ્રીય

Modi Govt. 3.0: દેશમાં દૂધ ઉત્પાદન વધારવા માટે મોદી સરકારે 6000 કરોડના ફંડને આપી મંજૂરી

featured-img
રાષ્ટ્રીય

Uttar Pradesh News : સુલ્તાનપુરમાં જાહેર મંચ પરથી મંત્રી સંજય નિષાદનું વિવાદાસ્પદ નિવેદન, હોળી રમતી વખતે થયો હતો ઝઘડો

featured-img
ગુજરાત

Kandla Ports : ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, ઈલેક્ટ્રોલાઈઝર્સનાં કન્સાઈનમેન્ટનું ફ્લેગ ઑફ

featured-img
સ્પોર્ટ્સ

chahal-dhanashree divorce case: છૂટાછેડાનો અંતિમ નિર્ણય આ દિવસે આવશે

×

Live Tv

Trending News

.

×