Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ ધારાસભ્યના વિવાદિત બોલ, કહ્યું- રાહુલ ગાંધીને થપ્પડ મારવી જોઇએ...

કર્ણાટકના ભાજપ ધારાસભ્ય ભરત શેટ્ટી (Karnataka BJP MLA Bharat Shetty) એ લોકસભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના 'હિંદુઓ' પર આપેલા ભાષણને લઈને વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે. ભાષણ સામે સખત વાંધો વ્યક્ત કરતા કર્ણાટક ભાજપના ધારાસભ્ય (Karnataka BJP MLA)...
ભાજપ ધારાસભ્યના વિવાદિત બોલ  કહ્યું  રાહુલ ગાંધીને થપ્પડ મારવી જોઇએ

કર્ણાટકના ભાજપ ધારાસભ્ય ભરત શેટ્ટી (Karnataka BJP MLA Bharat Shetty) એ લોકસભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના 'હિંદુઓ' પર આપેલા ભાષણને લઈને વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે. ભાષણ સામે સખત વાંધો વ્યક્ત કરતા કર્ણાટક ભાજપના ધારાસભ્ય (Karnataka BJP MLA) એ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધી (MP Rahul Gandhi) ને તેમની 'હિંદુ વિરોધી' ટિપ્પણી માટે 'થપ્પડ' મારવાની માંગ કરી હતી.

Advertisement

BJP MLAએ રાહુલ ગાંધી વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા

ભરત શેટ્ટી મેંગલોર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે. શેટ્ટીએ સોમવારે મેંગ્લોરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે 'થપ્પડ મારવાનું આહ્વાહન' કર્યું હતું. ભાજપ ધારાસભ્યએ કહ્યું, "તે (ગાંધી) હિંદુ વિરોધી વલણ અપનાવે છે. જો તમે તેમનું નિવેદન જુઓ છો, તો સ્પષ્ટ છે કે તેઓ મોટા પાગલ છે. સંસદની અંદર તેમના ગાલ પર થપ્પડ મારવી જોઈતી હતી." શેટ્ટીએ લોકસભામાં તેમનું વિવાદાસ્પદ ભાષણ આપતી વખતે ભગવાન શિવની તસવીર બતાવવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શેટ્ટીએ કહ્યું, "રાહુલ ગાંધી કહે છે કે હિંદુઓ હિંસક છે. પાગલ માણસ નથી જાણતો કે જો ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલશે તો ગાંધી ભસ્મ થઈ જશે."

Advertisement

વિસ્તાર મુજબ રાહુલ કરે છે તેમના વલણમાં ફેરફાર

ભાજપ નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી 'તે જે વિસ્તારની મુલાકાત લે છે તેના આધારે તેમના (ધાર્મિક) વલણમાં ફેરફાર કરે છે.' રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ છે. શેટ્ટીએ કહ્યું, "જ્યારે તે ગુજરાતમાં જાય છે, ત્યારે વિપક્ષી નેતા ભગવાન શિવના ભક્ત બની જાય છે. પરંતુ, જ્યારે તે તામિલનાડુ જાય છે, ત્યારે તે નાસ્તિક બની જાય છે અને કેરળમાં તે બિનસાંપ્રદાયિક બની જાય છે." આ ઉપરાંત ભાજપના ધારાસભ્યએ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ ધારાસભ્ય શેટ્ટીએ ટિપ્પણી કરી, "માત્ર 99 લોકસભા બેઠકો મેળવ્યા પછી, વિપક્ષી નેતા એક મોટી સિદ્ધિ હાંસલ કરવાનો દાવો કરી રહ્યા છે."

આ પણ વાંચો - મણિપુરની પરિસ્થિતિ સુધારવા રાહુલ ગાંધીની PM મોદીને વિનંતી

Advertisement

આ પણ વાંચો - Excise Policy Case : દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, કોર્ટે જારી કર્યું પ્રોડક્શન વોરંટ

Tags :
Advertisement

.