Mallikarjun Kharge એ રાંચીમાં કહ્યું કે, વહેંચો છો પણ તમે અને કાપો છો પણ તમે
- CM Yogi એ કહ્યું વહેંચાશો તો કપાઈ જશો
- Jharkhand માં પીએમ મોદીનું ભાષણ જુમલો છે
- આ એક બીજેપી અને આરએસએસનું કાવતરું છે
Congress President Mallikarjun Kharge : Jharkhand માં 13 અને 20 નવેમ્બરે 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે Jharkhand માં પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તેના અંતરગ્ત તાજેતરમાં CM Yogi અને Congress President Mallikarjun Kharge એ Jharkhand ની મુલાકાત લીધી હતી. ત્યારે બંને નેતાઓ દ્વારા એકબીજા ઉપર અને એકબીજાની પાર્ટીઓ ઉપર શાબ્દિક ધારદાર વાર કર્યા હતા. જેના અંતર્ગત તાજેતરમાં Jharkhand સહિત સમગ્ર દેશનું રાજનૈતિક વાતાવરણ ગરમાયું છે.
CM Yogi એ કહ્યું વહેંચાશો તો કપાઈ જશો
તાજેતરમાં CM Yogi એ Jharkhand ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન CM Yogi એ એક વિશાળ જનસભાને વિધાનસભાની ચૂંટણી અંતર્ગત સંબોધિત કરી હતી. ત્યારે આ વિશાળ જનસભામાં CM Yogi એ બટોગે તો કટોગે. ત્યારે આ બયાનના પ્રત્યોતરના ભાગરૂપે Congress President Mallikarjun Kharge એ આજરોજ Jharkhand માં એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખેત જણાવ્યું હતું કે, બાટને વાલે ભી તુમ હો, ઓર કાટને વાલે ભી તુમ હો. તે ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને પણ આડે હાથ લીધા હતા.
આ પણ વાંચો: પૂર્વ ધારાસભ્યના ઘરે નવા વર્ષે જ ચોરી, 2 કરોડ રૂપિયા લઇને ચોર ફરાર
Jharkhand માં પીએમ મોદીનું ભાષણ જુમલો છે
Jharkhand ના રાંચીમાં એક કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge એ પીએમ મોદી ઉપર નિશાન સાધતા તેમણે લોકોને પૂછ્યું કે તમે લોકો એવા વ્યક્તિને કેવી રીતે વોટ આપી રહ્યા છો જે વારંવાર જુઠ્ઠું બોલે છે? તેમણે કહ્યું કે ભાજપ તમને લોકોમાં ભાગલા પાડવા માંગે છે. Jharkhand માં પીએમ મોદીનું ભાષણ જુમલો છે. તેમના ગૃહમંત્રીએ પહેલા કહ્યું હતું કે તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપશે, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે આ એક ચૂંટણી સ્લોગન છે. અગાઉ તેણે દરેકને 15 લાખ રૂપિયા આપવાની વાત પણ કરી હતી. તો પછી તમે કેવી રીતે મત આપી રહ્યા છો?
આ એક બીજેપી અને આરએસએસનું કાવતરું છે
અંતે પોતાના ભાષણમાં કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge એ સીએ યોગી ઉપર વાર કરતા જણાવ્યું હતું કે, આપણને વહેંચવાવાળા પણ આ લોકો છે, અને આપણને એકબીજાથી કાપી નાખવાવાળા પણ આ લોકો જ છે. આ એક બીજેપી અને આરએસએસનું કાવતરું છે. ત્યારે જ્યાં સુધી તમે તેમને વિચારને નહીં તોડો ત્યાં સુધી તેઓ તમારું શોષણ કરતા રહેશે.
આ પણ વાંચો: Wikipedia:કેન્દ્ર સરકારે વિકિપીડિયાને આપી નોટિસ,જાણો શું છે કારણ