Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Article 370 : કોંગ્રેસી નેતા પણ બોલ્યા... કાશ્મીરમાં શાંતિ વધી છે

સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી છે અને તેને બંધારણીય રીતે યોગ્ય ગણાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ નેતાઓએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે....
03:32 PM Dec 11, 2023 IST | Vipul Pandya

સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી છે અને તેને બંધારણીય રીતે યોગ્ય ગણાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ નેતાઓએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જમ્મુના તમામ નેતાઓ ખુશ છે, જ્યારે ઘાટીના નેતાઓનું કહેવું છે કે અમારો સંઘર્ષ ચાલુ રહેશે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. દેવરાએ ટ્વીટ કરીને કહ્યું, 'હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું, તેનાથી રાજકીય સંકટ પણ ઘટશે.'

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયું છે અને આર્થિક વિકાસ પણ વધ્યો

આ સિવાય તેમણે એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે સ્વીકાર્યું છે કે કલમ 370 હટાવ્યા બાદ વિકાસ વધ્યો છે. દેવરાએ કહ્યું કે ભારતીય બંધારણમાં કલમ 370 હંમેશા અસ્થાયી જોગવાઈ હતી. તેને દૂર કરીને એક મોટા બંધારણીય પગલા તરફ આગળ વધ્યા છીએ. મેં કલમ 370 હટાવવાનું પણ સમર્થન કર્યું હતું. પરંતુ આ બધા પક્ષો સાથે વાત કરીને અને બિનજરૂરી નિયંત્રણો લાદ્યા વિના જ થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ કલમ હટાવ્યા બાદ હું ઘણી વખત કાશ્મીર ગયો હતો. આ સમયગાળા દરમિયાન, મેં જોયું કે પર્યટન વધ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયું છે અને આર્થિક વિકાસ પણ વધ્યો છે. ખાસ કરીને મહિલાઓને આનો લાભ મળી રહ્યો છે.

પાકિસ્તાન નિષ્ફળ દેશ

તેમણે કહ્યું કે હું કલમ 370 હટાવ્યા પહેલા પણ કાશ્મીર ગયો હતો. હવે હું જોઉં છું કે કામમાં મહિલાઓની ભાગીદારી વધી છે. આ એક પ્રોત્સાહક વલણ છે. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણે કાશ્મીરની યુવા પેઢી સાથે વાત કરીએ છીએ ત્યારે પણ તેઓ વધુ સારી આર્થિક તકો સાથે સ્થિર, આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે. આ દર્શાવે છે કે તેમનામાં પણ વૈચારિક પરિવર્તન આવ્યું છે. દેવરા કહે છે કે કેટલાક એવા લોકો છે જે માને છે કે તેમને નુકસાન થયું છે. પરંતુ આવા લોકોને એ અહેસાસ કરાવવો પડશે કે તેમના ભારત સાથેના સંબંધો કેવા છે અને પાકિસ્તાન કેવી રીતે નિષ્ફળ દેશ છે.

આ પણ વાંચો---ARTICLE 370 : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતીય રાજનેતાઓએ જાણો શું આપી પ્રતિક્રિયાઓ

Tags :
article 370Congress LeaderMilind DeoraSupreme Courtverdict
Next Article