કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રીમ કોર્ટના દ્વારે..!
કોંગ્રેસ (Congress) નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ હવે 'મોદી સરનેમ' કેસ (Modi Surname Case) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court ) નો સંપર્ક કર્યો છે. તેમણે શનિવારે 15 જુલાઈ એ ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે....
05:11 PM Jul 15, 2023 IST
|
Vipul Pandya
કોંગ્રેસ (Congress) નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ હવે 'મોદી સરનેમ' કેસ (Modi Surname Case) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court ) નો સંપર્ક કર્યો છે. તેમણે શનિવારે 15 જુલાઈ એ ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. 7 જુલાઈના રોજ, ગુજરાત હાઈકોર્ટે આ માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા માટે રાહુલ ગાંધીની રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.
સોમવારે તેમના વકીલ ચીફ જસ્ટિસને વહેલી સુનાવણી માટે વિનંતી કરશે
હાઈકોર્ટે રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે રાહુલ હાલમાં સાંસદ રહેવા કે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. રાહુલની અરજી હમણાં જ દાખલ કરવામાં આવી છે. કદાચ સોમવારે તેમના વકીલ ચીફ જસ્ટિસને વહેલી સુનાવણી માટે વિનંતી કરશે.
સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે.
મોદી સરનેમના માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. તે હાલમાં જામીન પર બહાર છે, પરંતુ તેમને દોષિત ઠેરવવાને કારણે સાંસદ બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ માનહાનિનો કેસ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવ્યો હતો.
પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો
લલિત મોદી અને નીરવ મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે બધા ચોરોની સરનેમ કેમ હોય છે. તેમની ટિપ્પણી બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની બદનામી થઈ છે.
Next Article