Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશનું નામ બદલાયું, ઇન્ડિયા નહીં, હવે ભારત...! Congress નો આરોપ

સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. મોદી સરકારે એક દેશ એક ચૂંટણી માટે પેનલની જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહ્યો છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે સરકારે...
દેશનું નામ બદલાયું  ઇન્ડિયા નહીં  હવે ભારત     congress નો આરોપ
સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. મોદી સરકારે એક દેશ એક ચૂંટણી માટે પેનલની જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહ્યો છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે સરકારે બંધારણમાં મોટા ફેરફારો કરીને દેશનું નામ બદલી નાખ્યું છે. કોંગ્રેસનો આરોપ (Congress alleges) છે કે સરકાર બંધારણમાંથી ઇન્ડિયા (india) નામ હટાવી ભારત (bharat) કરી ચૂકી છે.  જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે બંધારણમાંથી INDIA નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી G-20 ડિનર માટેના આમંત્રણમાં યજમાન તરીકે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું છે. તેમણે કહ્યું કે આ બંધારણની વિરુદ્ધ છે.
કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર બંધારણમાંથી INDIA શબ્દને હટાવવા માંગે છે
સંસદનું વિશેષ સત્ર શરૂ થવામાં 13 દિવસથી પણ ઓછો સમય બાકી છે. જેમ જેમ સંસદનું વિશેષ સત્ર નજીક આવી રહ્યું છે. એવી અપેક્ષા છે કે એક દેશ, એક ચૂંટણી સિવાય સરકાર મહિલા અનામત બિલ પણ લાવી શકે છે. વિપક્ષમાં એવી પણ ચર્ચા છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફારો કરી શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર બંધારણમાંથી INDIA શબ્દને હટાવવા માંગે છે.

Advertisement

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, "શું આ સમાચાર ખરેખર સાચા છે! રાષ્ટ્રપતિ ભવન દ્વારા 9 સપ્ટેમ્બરે G-20 ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. હવે બંધારણની કલમ 1 આ રીતે વાંચવામાં આવી શકે છે.  ભારત જે ઇન્ડિયા હતું તે રાજ્યોનું સંઘ છે હવે રાજ્યોનો સમૂહ પણ જોખમમાં છે.
વધતી માંગ - INDIA નામ દૂર કરો
બીજેપી નેતાઓમાં ઇન્ડિયા નામ હટાવવાની માંગ ઉઠી છે. બીજેપી સાંસદ હરનાથ યાદવે પણ માંગ કરી છે કે બંધારણમાંથી ઇન્ડિયા નામ હટાવી દેવુ જોઈએ. તેમણે કહ્યું કે ભારત નામથી આપણને જે ઉર્જા મળે છે તે ઇન્ડિયા નામથી નથી. ભારત નામ આપણા હૃદયમાં વસેલુ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ ટ્વિટ કરીને લખ્યું, "ભારતના રાષ્ટ્રપતિ! ખુશ અને ગર્વ છે કે આપણી સભ્યતા અમૃત કાલ તરફ હિંમતભેર આગળ વધી રહી છે."આરએસએસના વડા મોહન ભાગવતે પણ ભારત નામ હટાવવાની માંગ કરી છે. યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે પણ માંગ કરી છે કે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવું જોઈએ.
Tags :
Advertisement

.