Delhi પોલીસની કાર્યવાહી, શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર કરાયેલી અભદ્ર ટિપ્પણી પર FIR દાખલ...
ઉત્તર પ્રદેશ (UP)ના દેવરિયાના શહીદ કેપ્ટન અંશુમાન સિંહને તેમની બહાદુરી અને શહાદત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, એક વ્યક્તિએ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી, જેની સામે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ હવે દિલ્હી (Delhi) પોલીસને તાત્કાલિક પગલાં લેવા કહ્યું છે.
NCW has recently taken suo motu cognisance over a lewd remark made on widow of Kirti Chakra Captain Anshuman Singh. Delhi Police has registered An FIR in the matter.@DCPDwarka
— NCW (@NCWIndia) July 13, 2024
IFSO યુનિટે નોંધી FIR...
તમને જણાવી દઈએ કે, દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમાન સિંહની વિધવા પર કરવામાં આવેલી ટિપ્પણીના મામલામાં FIR નોંધી છે. NCW એ તાજેતરમાં આ મામલાની સ્વ:સંજ્ઞાન લીધી છે અને દિલ્હી (Delhi) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી (Delhi) પોલીસે આ મામલે FIR નોંધી છે. સ્મૃતિ સિંહે 5 જુલાઈના રોજ તેમના સ્વર્ગસ્થ પતિ કેપ્ટન અંશુમાન સિંહને મરણોત્તર કીર્તિ ચક્ર પ્રાપ્ત કર્યું હતું.
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ કાર્યવાહીની કરી માગ...
મહત્વનું છે કે, એક યુઝરે પોતાને અહેમદ તરીકે ઓળખાવતા અભદ્ર ટિપ્પણી કરી હતી. તેની ઓળખપુષ્ટિ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ મેળવતા સ્મૃતિના ફોટા પર આ ટિપ્પણી કરવામાં આવી હતી. જવાબમાં, રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી અને પોલીસ કાર્યવાહીની માગ કરી છે. સુત્રોનું કેહવું છે કે, BNS હેઠળ FIR નોંધવામાં આવી છે. આ ભારતીય ન્યાયિક સંહિતા, 2023 ની કલમ 79 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 ની કલમ 67 નું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો : West Bengal Accident : ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, છ લોકોના મોત, અનેક ઘાયલ…
આ પણ વાંચો : Dehradun : મોટું ષડયંત્ર નિષ્ફળ! ફ્લેટમાંથી પાંચ શકમંદોની ધરપકડ, Radioactive Device મળી આવ્યું…
આ પણ વાંચો : IAS પૂજા ખેડકર બાદ હવે તેની માતા મુશ્કેલીમાં, ખેડૂતને પિસ્તોલથી ધમકાવતો Video Viral