Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્રને વધુ સારવાર અર્થે મુંબઈ ખસેડાયા

રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલને ગઇ કાલે રવિવારના રોજ બ્રેઈન સ્ટોક આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે SG હાઈવે પર આવેલી વૈષ્ણો દેવી નજીક આવેલી KD હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમને...
04:59 PM May 01, 2023 IST | Hardik Shah

રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલને ગઇ કાલે રવિવારના રોજ બ્રેઈન સ્ટોક આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે SG હાઈવે પર આવેલી વૈષ્ણો દેવી નજીક આવેલી KD હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમને વધુ સારવાર અર્થે મુંબઈની PD Hinduja હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, સર્જરી બાદ અને જ્યા સુધી તેઓ સ્વસ્થ ન થાય ત્યા સુધી તે PD Hinduja હોસ્પિટલના ICU માં રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને ગઈકાલે રવિવારના રોજ બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવશે, પરંતુ આજે સોમવારના રોજ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની આગળની સારવાર PD Hinduja હોસ્પિટલમાં કરવામાં આવશે. જણાવી દઈએ કે, 37 વર્ષીય અનુજ પટેલ ભૂપેન્દ્ર પટેલનો એકમાત્ર પુત્ર છે. હાલ તેમની હાલત સ્થિર છે અને નિષ્ણાત તબીબોની ટીમ પણ તેમની સારવાર કરી રહી છે.

અનુજ પટેલની વધુ સારવાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં કરવામાં આવશે. આવતીકાલે હિન્દુજા હોસ્પિટલના ડો. મિશ્રાએ અનુજની મેડિકલ તપાસ કરાવી. આ પહેલા આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પરિમલ નથવાણી તેમની તબિયત પૂછવા આવ્યા હતા. વળી મુંબઈની હોસ્પિટલમાં દાખલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયત પુછવા માટે મહારાષ્ટ્રના CM શિંદે પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

જણાવી દઇએ કે, અમદાવાદની કેડી હોસ્પિટલમાં સર્જરી બાદ અનુજની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતાં બપોરે 2.45 વાગ્યે KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે. જમ્યા બાદ બપોરે 2.30 વાગ્યાની આસપાસ અનુજને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. કેસ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, તે તેમના પિતા સાથે હતા. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી તેમના કાફલા વિના તુરંત જ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની બ્રેઈન સ્ટ્રોક બાદ સર્જરી કરવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલનો પરિવાર બહુ નાનો છે. તેમના પરિવારમાં પત્નિ હેતલબેન, પુત્ર અને પુત્રી છે. અનુજ પટેલ એન્જિનિયર છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. અનુજે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. તેમનાં પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે. તેમની દીકરી ડેન્ટિસ્ટ છે અને તેનું નામ ડો. સુહાની પટેલ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. ભૂપેન્દ્ર પટેલના નાના ભાઈનું નામ કેતન પટેલ છે.

આ પણ વાંચો - મુખ્યમંત્રી BHUPENDRA PATEL ના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Anuj PatelCM Bhupendra PatelCM Bhupendra Patel's SonCM' SonKD HospitalSG Highway
Next Article