Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sadasyata Abhiyan 2024 : CM એ પ્રાથમિક સભ્યપદ લીધું, PM મોદીનાં ગુજરાત પ્રવાસને લઇ CR પાટીલની ખાસ જાહેરાત!

BJP નું 'સદસ્યતા અભિયાન 2024' નો આજથી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા લીધી કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ પ્રમુખ CR પાટીલે સદસ્યતા અપાવી PM મોદીના ગુજરાત પ્રવાસને લઇ કરાઈ જાહેરાત ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party Gujarat)...
sadasyata abhiyan 2024   cm એ પ્રાથમિક સભ્યપદ લીધું  pm મોદીનાં ગુજરાત પ્રવાસને લઇ cr પાટીલની ખાસ જાહેરાત
  1. BJP નું 'સદસ્યતા અભિયાન 2024' નો આજથી પ્રારંભ
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા લીધી
  3. કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ પ્રમુખ CR પાટીલે સદસ્યતા અપાવી
  4. PM મોદીના ગુજરાત પ્રવાસને લઇ કરાઈ જાહેરાત

ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party Gujarat) ગુજરાત દ્વારા આજે અમદાવાદ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજીને 'સદસ્યતા અભિયાન 2024' ની (Sadasyata Abhiyan 2024) શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પ્રાથમિક સભ્યપદ લઈ આ અભિયાનની શરૂઆત કરી છે. સદસ્યતા અભિયાનમાં સરકારનાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. દરમિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને સંબોધિત કરી પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપી હતી.

Advertisement

C.R. Patil એ CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા અપાવી

આજે અમદાવાદ (Ahmedabad) ખાતેથી ભારતીય જનતા પાર્ટીના 'સદસ્યતા અભિયાન 2024' નો (Sadasyata Abhiyan 2024) પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R. Patil) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા અપાવી અભિયાનની શરૂઆત કરી છે. આ કાર્યક્રમને લઈ અમદાવાદમાં નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. રાજ્ય સરકારનાં મંત્રીઓ, તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લાનાં પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો અમદાવાદ પહોંચ્યા છે. આ અભિયાન થકી BJP એ 2 કરોડથી વધુ લોકોને પાર્ટી સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : મોડી રાતે ACB એ કરી AAP કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

સંગઠન મજબૂત બને તો જ તમે ચૂંટણી જીતી શકો છો : C.R. Patil

કાર્યક્રમ દરમિયાન CR પાટીલે જણાવ્યું કે, પાર્ટીનાં પ્રાથમિક સદસ્યની મુદત 6 વર્ષે પૂર્ણ થાય છે. ભાજપ એકમાં જ 6 વર્ષે પૂર્ણ થાય છે જ્યારે અનેક જગ્યાએ આજીવન ચાલે છે. શિથિલતા ન આવે તે માટે 6 વર્ષે સદસ્યતા અભિયાન કરાઇ છે. અગાઉ UP માં સૌથી વધુ સભ્યો નોંધાયા હતા. આ વખતે ગુજરાતમાં સૌથી વધુ સભ્ય નોંધાય તે ટાર્ગેટ સાથે આપણે આગળ વધવાનું છે. સી.આર. પાટીલે આગળ કહ્યું કે, સંગઠન મજબૂત બને તો જ તમે ચૂંટણી જીતી શકો છો. આ સાથે સી.આર. પાટીલે જાહેરાત કરી કે, PM નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે. આથી, ત્રીજી વાર PM બનવા બદલ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Junior Doctor's Strike : હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં બદલાયા સૂર, હવે કરી આ માગ!

અમદાવાદમાં 1 લાખ કાર્યકર PM નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે : C.R. પાટીલ

CR પાટીલે (C.R. Patil) આગળ જણાવ્યું કે, અમદાવાદમાં 1 લાખ કાર્યકર PM નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ભવ્ય સ્વાગત કરશે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરનાં રોજ ડીસા (Deesa) ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે 17 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું (Ahmedabad-Gandhinagar Metro Train) ફ્લેગ ઓફ પણ કરશે.

આ પણ વાંચો - Navsari : પૂર્ણા, અંબિકા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ, લોકોનું સ્થળાંતર, રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર

Tags :
Advertisement

.