Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Mohan : ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાના કોલ્સ કરનારને હવે જવુ પડશે જેલમાં...

ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાના ધમકીભર્યા મેસેજ આવતા કેન્દ્ર સરકાર હરકતમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુની પ્રતિક્રિયા એકવાર કોઈ વ્યક્તિ આવું કરતા પકડાઈ જાય તો અમે તેને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકી દેવાશે એરક્રાફ્ટ સુરક્ષા નિયમોમાં સુધારો કરાશે Ram Mohan Naidu...
ram mohan   ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાના કોલ્સ કરનારને હવે જવુ પડશે જેલમાં
Advertisement
  • ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાના ધમકીભર્યા મેસેજ આવતા કેન્દ્ર સરકાર હરકતમાં
  • નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુની પ્રતિક્રિયા
  • એકવાર કોઈ વ્યક્તિ આવું કરતા પકડાઈ જાય તો અમે તેને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકી દેવાશે
  • એરક્રાફ્ટ સુરક્ષા નિયમોમાં સુધારો કરાશે

Ram Mohan Naidu : છેલ્લા એક સપ્તાહથી દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાના ધમકીભર્યા મેસેજ આવતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ (Ram Mohan Naidu)એ તાજેતરમાં કેટલીક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ખોટા બોમ્બ કોલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય વતી, અમે જરૂર પડ્યે કેટલાક કાયદાકીય પગલાં વિશે વિચાર્યું છે.

એકવાર કોઈ વ્યક્તિ આવું કરતા પકડાઈ જાય તો અમે તેને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકી દેવાશે

તેમણે વધુમાં કહ્યું કે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આવા મામલાઓને રોકવા માટે અમે બે બાબતો પર કામ કરી શકીએ છીએ. પ્રથમ એરક્રાફ્ટ સુરક્ષા નિયમોમાં સુધારો છે. આ નિયમોમાં ફેરફાર કરીને, અમે એવી જોગવાઈ કરીશું કે એકવાર કોઈ વ્યક્તિ આવું કરતા પકડાઈ જાય તો અમે તેને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકી દઈશું. આ સિવાય બીજી વાત એ છે કે નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિરુદ્ધ ગેરકાયદેસર કૃત્યોના દમન અધિનિયમમાં બદલાવ કરવામાં આવે.

Advertisement

આ પણ વાંચો----લંડન જતી ફ્લાઇટમાં બોમ્બ! વિમાનને ફ્રેન્કફર્ટમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું

Advertisement

નકલી કોલના કારણે ઉડ્ડયન ઉદ્યોગ માટે નાણાંકીય મુશ્કેલી

આ સ્થિતિને સંવેદનશીલ સ્થિતિ ગણાવતા રામ મોહન નાયડુએ કહ્યું કે આવા ખોટા કોલ કરનારાઓને એરલાઇન્સ કંપનીની નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવશે. અમે આ મુદ્દે ઘણી બેઠકો કરી છે અને અંતે તેના પર કામ કરવાનું નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકીઓ પણ ઉડ્ડયન ઉદ્યોગ માટે નવી નાણાંકીય સમસ્યાઓ ઊભી કરી રહી છે.

છેલ્લા 6 દિવસમાં 70 ધમકીઓ મળી છે

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં પ્લેનમાં બોમ્બ હોવાની કે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. જો છેલ્લા 6 દિવસની વાત કરીએ તો ભારતમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ વિશે લગભગ 70 ફેક કોલ આવ્યા છે. માત્ર શનિવારે જ 30થી વધુ વિમાનો પર બોમ્બની ધમકીઓ મળી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારની ધમકીઓ મુસાફરોનો સમય બગાડે છે અને ભયનું વાતાવરણ સર્જે છે તો બીજી તરફ એરલાઈન્સ કંપનીઓના ખર્ચમાં પણ વધારો થાય છે. આ સિવાય વિમાનોના શિડ્યુલ પર પણ અસર પડી છે. મુસાફરો પણ ડરના કારણે પ્લેનમાં મુસાફરી કરવાનું ટાળે છે.

આ પણ વાચો---ભારતીય વિમાનોને બોમ્બની ખોટી ધમકીઓ મળતા એરલાઈન્સને થઇ રહ્યું છે આર્થિક નુકસાન

Tags :
Advertisement

Trending News

.

×