Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CID Crime EOW : બીટકોઇન કેસમાં મુદ્દામાલ છોડવા પેટે લાંચ લેતા PSI ઝડપાયા

CID Crime EOW : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti-Corruption Bureau) એ છેલ્લાં ચાર દિવસમાં 3 લાંચ કેસ (Bribery Case) નોંધ્યા છે. જેમાં વર્ગ-2ના એક મહિલા ડ્ર્ગ્સ ઈન્સ્પેક્ટર (Drugs Inspector) અને બે પોલીસ કર્મચારી સહિત 3નો સમાવેશ થાય છે. ચાર...
06:52 PM Apr 26, 2024 IST | Bankim Patel
CID Crime EOW - Same work as the name
CID Crime EOW : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti-Corruption Bureau) એ છેલ્લાં ચાર દિવસમાં 3 લાંચ કેસ (Bribery Case) નોંધ્યા છે. જેમાં વર્ગ-2ના એક મહિલા ડ્ર્ગ્સ ઈન્સ્પેક્ટર (Drugs Inspector) અને બે પોલીસ કર્મચારી સહિત 3નો સમાવેશ થાય છે. ચાર દિવસમાં બે ખાખીધારી સામે ગુનો નોંધાતા ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં ખળભળાટ મચી ગયો છે. ACB Gujarat એ ગત મંગળવારે સુરત આર્થિક ગુના નિવારણ શાખા (EOW Surat) ના ફરાર ASI સામે ગુનો નોંધ્યાના ત્રણ દિવસ બાદ ફરી CID Crime EOW ના એક લાંચીયા PSI ને પકડ્યો છે. શું છે વધુ વિગત વાંચો આ અહેવાલમાં...
શું છે ACB Trap કેસની હકિકત ?

વર્ષ 2019માં સીઆઈડી ક્રાઈમ સુરત ઝોન પોલીસ સ્ટેશન (CID Crime Surat Zone) માં નોંધાયેલા ક્રિપ્ટો કરન્સીના એક કેસમાં પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ તેમજ મોબાઈલ ફોન કબજે લીધા હતા. આ કેસમાં ઉચ્ચ અદાલતે ફરિયાદ રદ્દ (FIR Quashing) કરી દીધી હતી. CID Crime EOW ગાંધીનગર ખાતે રહેલો મુદ્દામાલ પરત આપવા અદાલતે આદેશ કરી દીધો હતો. આ આદેશ બાદ સુરતના રહીશ ગાંધીનગર CID Crime EOW ખાતે તપાસ અધિકારીને મળતા તેમણે ચારેક દિવસ અગાઉ મુદ્દામાલ છોડવા પેટે 50 હજારની લાંચ માગી હતી. જેથી તેમણે 10 હજાર સ્થળ પર ચૂકવી દીધા હતા અને ત્યારબાદ તુરંત ACB Gujarat નો સંપર્ક કર્યો હતો. ACB Surat એ લાંચનું છટકું ગોઠવી ગાંધીનગર સહયોગ સંકુલ (Sahyog Sankul Gandhinagar) ના પાર્કિગમાંથી પીએસઆઈ જગદીશકુમાર તુલસીભાઇ ચાવડા (PSI J T Chavda) ને બાકી રકમ 40 હજારની લાંચ લેતાં ઝડપી પાડ્યા છે.

ફરી એક જગદીશ Bitcoin Case માં ફસાયા

વર્ષ 2018માં સર્જાયેલો બીટકોઇનકાંડ (Bitcoin Extortion) માં તત્કાલિન અમરેલી જિલ્લા પોલીસ વડા (Amreli SP) જગદીશ પટેલ (J A Patel IPS), અમરેલી LCB પીઆઈ અનંત પટેલ (PI Anant Patel), CBI ઈન્સ્પેક્ટર, વકીલ તેમજ Ex BJP MLA નલિન કોટડીયા સહિત 15 જણાની ધરપકડ થઈ હતી. આ ઘટનાના છએક વર્ષ બાદ ફરી બીટકોઇન કેસને લઈને CID Crime EOW ના પીએસઆઈ જગદીશ ચાવડાની ધરપકડ થઈ છે. PC માંથી મોડ થ્રીની પરિક્ષા આપી પીએસઆઈ બનેલા જગદીશકુમાર તુલસીભાઈ ચાવડા (PSI Jagdish Chavda) અમદાવાદના જોધપુર-સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. વર્ષ 2022થી Gandhinagar CID Crime EOW માં ફરજ બજાવતા જગદીશ ચાવડાએ વર્ષ 2019ના બીટકોઇન કેસ (Bitcoin Case) માં લાંચ સ્વીકારતા ફસાઈ ગયા છે.

EOW એટલે આર્થિક ગુના શાખા

ઉપરાછાપરી બે ઘટનાઓને જોતાં Economic Offence Wing એટલે આર્થિક ગુના શાખા "જેવું નામ તેવું જ કામ" ફલિત થઈ રહ્યું છે. આર્થિક અપરાધના ગુનાઓમાં ફરિયાદીને ન્યાય મળે તેમજ તેની મહામૂલી મૂડી-બચત પરત મળી રહે તે આશયથી ત્રણેક દસક પહેલાં CID Crime EOW શરૂ કરવામાં આવી હતી. જો કે, CID Crime EOW માં ચાલતી તપાસોમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અનેક આર્થિક લીલા કરી ચૂક્યાં છે. હાલ પણ CID Crime માં ચાલતી અનેક તપાસ અને કેસમાં ભ્રષ્ટાચારની મોટાપાયે બૂમ ઊઠી છે. EOW CID Crime હોય કે, EOW Surat કે પછી EOW Vadodara - EOW Ahmedabad તમામ સ્થળે IPS સહિતના અધિકારીઓ ગોઠવણ અને તોડમાં લિપ્ત છે.

Surat EOW નો ASI ભૂર્ગભમાં

ગત મંગળવારે સુરતના એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 15 લાખની લાંચ માગનાર લૂંટારો Surat EOW આસિ. સબ ઈન્સ્પેક્ટર સાગર પ્રધાન હાલ ફરાર છે. સાગર પ્રધાનના કહેવાથી 5 લાખની લાંચ સ્વીકારનાર સગો ભાઈ ઉત્સવ જેલના સળિયા પાછળ છે. જ્યારે ધરપકડથી બચવા અને અદાલતના શરણે જવા પ્રયત્નશીલ એએસઆઈ સાગર પ્રધાન (ASI Sagar Pradhan) ભૂર્ગભમાં ઉતરી ગયો છે.

આ પણ વાંચો----- ACB Gujarat : એએસઆઈએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો

આ પણ વાંચો----- UAE લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો

Tags :
ACB GujaratAmreli SPAnti Corruption BureauASI Sagar PradhanBankim PatelBitcoin CaseBitcoin ExtortionBribery CaseCID Crime EOWCID Crime Surat ZoneDrugs InspectorEconomic Offence WingEOW AhmedabadEOW SuratEOW VadodaraEx BJP MLAFIR QuashingGandhinagar CID Crime EOWGujarat FirstGujarat PoliceIPSJ A Patel IPSJournalist Bankim PatelPI Anant PatelPSI J T ChavdaPSI Jagdish ChavdaSahyog Sankul Gandhinagar
Next Article