Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur:જિલ્લામાં તારાજી! 38 જેટલા ગામોના સંપર્ક તૂટ્યા,SDRFની ટીમ તૈનાત

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા યથાવત 38 જેટલા ગામોના સંપર્ક તૂટ્યા ભારાજ નદી પરનો પુલના કાકરા પણ ખરી પડ્યા જિલ્લામાં 87 ટકા જેટલો વરસાદ નોંધાયો Chotaudepur:છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં સતત પાંચમા દિવસે પણ મહેરબાની મેઘરાજા(Meghraja Mehrabani)ની યથાવત રહેતા જનજીવન પ્રભાવિત બન્યું છે....
chotaudepur જિલ્લામાં તારાજી  38 જેટલા ગામોના સંપર્ક તૂટ્યા sdrfની ટીમ  તૈનાત
  1. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા યથાવત
  2. 38 જેટલા ગામોના સંપર્ક તૂટ્યા
  3. ભારાજ નદી પરનો પુલના કાકરા પણ ખરી પડ્યા
  4. જિલ્લામાં 87 ટકા જેટલો વરસાદ નોંધાયો

Chotaudepur:છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં સતત પાંચમા દિવસે પણ મહેરબાની મેઘરાજા(Meghraja Mehrabani)ની યથાવત રહેતા જનજીવન પ્રભાવિત બન્યું છે. 38 જેટલા ગામો ના સંપર્ક તૂટ્યા તો 52 ગામો ને અંધારા ઉલેચવાના વારા આવ્યા હતા.તો બીજી તરફ ભારાજ નદી પરનો પુલના કાકરા પણ ખરી પડ્યા છે. અને બીજી તરફ ઓરસંગ પુલ ઉપર ભુવો પડતા લોકો ચિંતિત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 87 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાં 5.5 ઇંચ પાવીજેતપુર તાલુકામાં 4.5 ઇંચ સંખેડા તાલુકામાં 3.25 ઇંચ નસવાડી તાલુકામાં 2.50 ઈંચ બોડેલી તાલુકામાં 4.25 ઇંચ કવાંટ તાલુકામાં 2.25 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Advertisement

સુખી ડેમ 87% જળ સપાટીએ પહોંચ્યો

છોટાઉદેપુર(Chotaudepur)જિલ્લામાં મેઘખાંગા જેવી પરિસ્થિતિ પરિણામતા સમગ્ર વિસ્તારમાં આવેલ નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. આ સાથે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જેની જનજીવન વ્યાપક અસર પણ નોંધાવા પામેલ છે. જિલ્લાના જળાશયોની વાત કરીએ તો રામિડેમ ઓવર ફ્લો થયો છે. જ્યારે સુખી ડેમ 87% જળ સપાટીએ પહોંચ્યો છે. સુખી ડેમ દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમના છ દરવાજા ખોલી 15000 ક્યુસેક પાણી છોડવામાં પણ આવ્યું છે.તો આ સાથે જિલ્લાના પાંચ નાની સિંચાઈ તળાવો સો ટકા જળ સપાટી પહોંચ્યા છે. જેમાં સિંગલા, ઝેર જોગાપુરા ભાભર ધનિયા ઉમરવા તળાવનો સમાવેશ થાય છે. સતત વરસાદના કારણે જિલ્લાના 38 થી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા થયા છે. તો 52 જેટલા ગામો ને અંધારા ઉલેચવાના વારા આવ્યા છે. ભારે વરસાદને કારણે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયુ છે.

Advertisement

આ પણ  વાંચો -Kheda: મહેમદાવાદ તાલુકાના ચાર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા

છોટા ઉદેપુર અને નસવાડી ખાતે SDRF ની ટીમ તૈનાત

સમગ્ર રાજ્યની સાથે છોટાઉદેપુર (Chotaudepur))જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા નદીઓ, તળાવો, જળાશયો, ડેમો પાણીથી ભરાઈ ગયા છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને કારણે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં કોઈ દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા માટે છોટાઉદેપુર અને નસવાડી ખાતે SDRF ની ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.

Advertisement

આ પણ  વાંચો -Rajkot Ahmedabad હાઇવે પર ભારે વરસાદને લઈ આખો રોડ ઉખડી ગયો, જુઓ Video

 ભારજ નદી પરનો બ્રિજ તુટી જતા તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ

વર્ષ 2023 માં ક્ષતિગ્રસ્ત થયેલો ભારજ નદી પરનો પુલ આખરે સોમવારની મોડી સાંજે કડકભૂસ થયો છે.બે દિવસ પહેલા આ જ નદીમાં બનાવવામાં આવેલો પુલનો અવેજ માર્ગ પણ ધોવાઈ જતા લોકોને દુકાળમાં અધિકમાસ જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. આ સાથે એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજી પણ પુલની કામગીરી નો પ્રારંભ ન થતા લોકોમાં નારાજગી વર્તાઈ રહી છે. આ સાથે રૂપિયા 2.39 કરોડ જેટલા માતબર ખર્ચે બનાવવામાં આવેલો ડાઈવર્ઝન પણ માત્ર ચાર થી પાંચ મહિનામાં જ પ્રથમ ચોમાસામાં ધોવાઈ જતા લોકો ડાયવર્ઝનની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કરી રહ્યા છે. હાલ તમામ વાહન ચાલકો માટે 20 થી 25 કી.મી નો ફેરો ફરવાનો વારો આવતા હાલાકી ભોગવવા માટે મજબૂર બનતા લોકોમાં રોષનો ચરુ ઉકળી ઉઠ્યું છે.

આ પણ  વાંચો -Gujarat HeavyRain: અમદાવાદથી કચ્છને જોડતો નેશનલ હાઈવે થયો બંધ

અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રિજ વન વે કરાયો

જાણે કે જિલ્લા ના રોડ રસ્તા ને કોઈની નજર લાગી હોય તેમ આજે ઓરસંગ નદી પરના પુલ ઉપર ભુવો પડતા લોકો ચિંતિત બન્યા છે.જોકે તંત્ર દ્વારા બ્રિજ પર પડેલ ભૂવાના ભાગને કવર કરીને વન વે વાહન વ્યવહાર થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદઉપરાંત ટ્રાફિક પોલીસને પણ વન વે અંગે જાણ કરવામાં આવી છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બોડેલી અલીરાજપુર નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ પુલ અને માર્ગોની હાલત ખસ્તા બની છે. જેને લઇ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે 56 હોવાથી સતત 24 કલાક ટ્રાફિક થી ધમધમતો આ માર્ગ હોઈ જિલ્લાની જીવાદોરી સમાન તેને માનવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર માર્ગની મરમ્મત તેમજ દૂરસ્તીકરણ પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર 

Tags :
Advertisement

.