China Taiwan Conflict : સ્પીડબોટ લઈને ચીની નેવીના પૂર્વ કેપ્ટનની તાઈવાનમાં ઘૂસણખોરી...
ચીન અને તાઈવાન વચ્ચે તણાવ (China Taiwan Conflict) ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં ચીની નૌકાદળના એક પૂર્વ કેપ્ટને તાઈવાનની નૌકાદળને ચોંકાવી દીધી જ્યારે તે પોતાની સ્પીડ બોટ લઈને રાજધાની તાઈપેઈની બહાર એક થાંબલા પર પહોંચ્યો. ચીન સાથે વધી રહેલા તણાવ (China Taiwan Conflict) વચ્ચે તાઈવાનમાં સુરક્ષાના પગલાં વધારવામાં આવ્યા છે. આમ છતાં, ચીનના વ્યક્તિની આવી ઘૂષણખોરીની તાઈવાનના ટોચના રાજકારણીઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. ચીન તાઈવાનને બળવાખોર પ્રાંત માને છે. ચીન કહે છે કે તાઈવાનને મુખ્ય ભૂમિ સાથે ફરીથી જોડવું જોઈએ, ભલે તેનો અર્થ બળનો ઉપયોગ કરવો હોય.
પૂર્વ કેપ્ટને શું કહ્યું?
ચીની નેવીના પૂર્વ કેપ્ટનની ઓળખ રુઆન (60) તરીકે થઈ છે. રુઆન ન્યુ તાઈપેઈમાં તામસુઈના દરિયાકિનારે 11 કિલોમીટર દૂર જોવા મળ્યો હતો. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, તાઈપેઈ શહેર તરફ જતી તામસુઈ નદીમાં પ્રવેશ્યા બાદ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, બોટ એક ઘાટ પર બીજી બોટ સાથે અથડાઈ હતી. રુઆને પોતાને ચીની નૌકાદળનો ભૂતપૂર્વ કેપ્ટન ગણાવ્યો અને કહ્યું કે તે એક દિવસ પહેલા જ ચીનના દરિયાકાંઠાના શહેર ફુઝોઉના નિંગડે બંદરથી રવાના થયો હતો. જો કે, તાઈવાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે બોટમાંથી કોઈ ખાદ્યપદાર્થ કે પીણા મળ્યા નથી.
તાઈવાને સુરક્ષા વધારી...
તાઇવાન કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ, રુઆને કહ્યું કે "અયોગ્ય નિવેદનો કરવા" માટે તેને ચીની અધિકારીઓ દ્વારા સતાવણી કરવામાં આવી હતી અને તે તાઇવાન ભાગી જવા માંગતો હતો. રુઆન પર ઇમિગ્રેશન એક્ટ સહિત વિવિધ તાઇવાનના કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તાઈવાનના રક્ષા મંત્રીએ વેલિંગ્ટન કુઓએ જણાવ્યું હતું કે ચીનની સ્પીડબોટની ઘૂસણખોરી બેઈજિંગની વ્યૂહરચના હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. 'તાઈવાન ન્યૂઝ'ના સમાચાર અનુસાર, આ પછી સંરક્ષણ મંત્રાલય ચીનના જહાજોની ઘૂસણખોરી રોકવા માટે સંરક્ષણ પગલાંને વધુ મજબૂત કરશે.
આ પણ વાંચો : Russia Ukraine War : યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં ભરતી થયેલા 2 ભારતીયોના મોત…
આ પણ વાંચો : Yemen Migrant : શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી, 49ના મોત,140 ગુમ
આ પણ વાંચો : અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર પર કાયદાનું ચાલ્યું હંટર, ડ્રગ્સ કેસમાં દોષિત