Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં હાઈવે પર બનેલો બ્રિજ ધરાશાયી, 11ના મોત

China Bridge Collapses : તમે છેલ્લા થોડા દિવસોમાં બિહારમાં એક પછી એક ઘણા બ્રિજ તૂટવા (Bridge Collapses) ના સમાચાર સાંભળ્યા હશે. હવે એકવાર ફરી બ્રિજ ધરાશાયી થયો હોવાનું સામે આવી રહ્યું છે. ફરક માત્ર એ છે કે, આ વખતે બ્રિજ ચીન...
ચીનમાં હાઈવે પર બનેલો બ્રિજ ધરાશાયી  11ના મોત

China Bridge Collapses : તમે છેલ્લા થોડા દિવસોમાં બિહારમાં એક પછી એક ઘણા બ્રિજ તૂટવા (Bridge Collapses) ના સમાચાર સાંભળ્યા હશે. હવે એકવાર ફરી બ્રિજ ધરાશાયી થયો હોવાનું સામે આવી રહ્યું છે. ફરક માત્ર એ છે કે, આ વખતે બ્રિજ ચીન (China) માં ધરાશાયી થયો છે. ચીનના શાંક્સી પ્રાંત (China's Shanxi Province) માં અચાનક આવેલા પૂરના કારણે હાઈવે બ્રિજ આંશિક તૂટી પડવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. વળી 30 થી વધુ લોકો ગુમ થયા છે. દુર્ઘટના શનિવારે સવારે ઉત્તર પશ્ચિમ ચીનના શાંકસી પ્રાંતમાં થઇ હતી.

Advertisement

પુલ ધરાશાયી થયા બાદ 30થી વધુ લોકો લાપતા

પ્રાંતીય પ્રચાર વિભાગે જણાવ્યું હતું કે, શાંગલુઓ શહેરના ઝાશુઈ કાઉન્ટીમાં સ્થિત પુલ શુક્રવારે રાત્રે લગભગ 8:40 વાગ્યે (સ્થાનિક સમય) અચાનક ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે તૂટી પડ્યો હતો. દુર્ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ ચાલુ છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આજે સવાર સુધી 11 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે પુલ ધરાશાયી થયા બાદ 30થી વધુ લોકો લાપતા છે. પૂલ ધરાશાયી થવાના કારણે કેટલાક વાહનો પુલ નીચે જીંકિયન નદીમાં પડ્યા હતા. અહેવાલો અનુસાર, બચાવ ટીમોએ નદીમાં પડેલા 5 વાહનોને બહાર કાઢ્યા છે. તે પછી તેમણે બચાવ કામગીરી ચલાવી હતી. અકસ્માતમાં કેટલા વાહનો સામેલ છે તેની ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂલ તૂટી પડ્યા બાદ લોકોના જીવન અને સંપત્તિને બચાવવા માટે તમામ સંભવિત બચાવ અને રાહત પ્રયાસો હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

મંગળવારથી ભારે વરસાદ ચાલુ છે

ઉલ્લેખનીય છે કે, મંગળવારથી ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે પૂર આવ્યું છે. પૂરને કારણે આ વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. અગાઉ શુક્રવારે, રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે શાંક્સીના બાઓજી શહેરમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા અને 8 ગુમ થયા હતા. અહેવાલ મુજબ, પૂર્વ અને દક્ષિણમાં ભારે વરસાદ પડવા સાથે ચીન તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યું છે, જ્યારે ઉત્તરનો મોટો ભાગ સતત ગરમીની લહેરોથી પીડિત છે, CNAએ અહેવાલ આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ચીનના શોપિંગ મોલમાં લાગી ભયાનક આગ, 16 લોકોના મોત

Advertisement
Tags :
Advertisement

.