Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા

આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી માનવામાં આવે છે
chhota udepur   ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા
Advertisement
  • આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે
  • રાજ્ય સહિત દેશ અને પ્રદેશમાંથી સહેલાણીઓ આવે છે
  • અંગારાથી લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી

 Chhota Udepur : જ્યાં વિષય શ્રદ્ધાનો હોય ત્યાં તમામ ટેક્નોલોજી ફેલ છે તે એક સત્ય અને વાસ્તવિક હકીકત છે. એવું અમે એટલા માટે કહીએ છીએ કે છોટા ઉદેપુરના `ચુલના મેળો` માં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા આજે પણ યથાવત છે. અને માનતા માટે કતારો લાગે છે. આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાની આજે વાત કરવી છે. જેમા આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી માનવામાં આવે છે. આ દિવસોમાં રોજી રોટીની શોધમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગયેલ હિજરતીઓ પણ માદરે વતન પાછા ફરે છે, ત્યારે એક કહેવામાં આવે છે કે " દિવાળી દશેરા અટે કટે પણ હોળી તો વતનમાં જ.

Advertisement

આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે

જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળીના 7 દિવસ પહેલાથી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે. અને જેમાં આદિવાસી બંધુઓ પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ નાચ-ગાન કરી મેળાની લજ્જત માણે છે. ત્યારે જિલ્લામાં ધુળેટીના દિવસે અંગારા પર ચાલવાની વર્ષો જુની અનોખી પરંપરા છે જેને આ મેળાને ''ચુલના મેળા'' તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

કહેવાય છે કે આશરે સો વર્ષ કરતા વધુ સમયથી છોટાઉદેપુર ખાતે ચુલનો મેળો ભરાય છે. છોટાઉદેપુર નગરની એસ.એફ.હાઈસ્કૂલના પાછળના ભાગે ચુલનો મેળો ભરાયો હતો. આ મેળામાં વર્ષ દરમિયાન જે વ્યક્તિએ તેમની મનોકામના માટે બાધા લીધી હોય એવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દ્વારા આવી અને ચુલમાં ચાલી પોતાની બાધા પૂર્ણ કરી હતી.

રાજ્ય સહિત દેશ અને પ્રદેશમાંથી સહેલાણીઓ આવે છે

ચુલના મેળાની વાતો દૂર દૂર સુધી વહેતી થઈ હોવાના કારણે રાજ્ય સહિત દેશ અને પ્રદેશમાંથી સહેલાણીઓ આવે છે. જેમાં વિદેશી પર્યટકો પણ ચુલના મેળામા રેલાતા વાંસળી વાંદન અને ઢોલ તાસાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તો આદિવાસી સંસ્કૃતિની ઝાંખીઓને પોતાના કેમેરામાં કંડેરતા જોવા મળી આવ્યા હતા.

મેળામાં આદિવાસીઓ અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ તાસા ખંજરી લઈને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા. અને નાચ-ગાન કરી મેળાનો આનંદ માણ્યો હતો. તેમજ યોજાયેલ ચુલના મેળામાં અનેક શ્રદ્ધાળુઓએ સળગતા આગના ધગધગતા અંગારા ઉપર સળસળાટ ચાલી બાધા પુર્ણ કરી હતી. ત્યારે મહત્વની વાત એ છે કે આ ચુલના મેળામાં ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડ્તા નથી.

અહેવાલ - તોફિખ શેખ, છોટા ઉદેપુર

આ પણ વાંચો: Donald Trump ના નિશાના પર હુથી બળવાખોરો, અમેરિકાએ યમનમાં હવાઈ હુમલો કર્યો... 9 લોકોના મોત

Tags :
Advertisement

.

×