Chhattisgarh : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓ ઢેર, સર્ચ ઓપરેશન ચાલુ...
Chhattisgarh માં નારાયણપુર-બીજાપુર બોર્ડર નાજીનના જંગલમાં ગુરુવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલીઓ માર્યા ગયા હતા. નારાયણપુરના પોલીસ અધિકારી પ્રભાત કુમારે જણાવ્યું કે, અથડામણ સવારે 11 વાગ્યાણી આસપાસ શરુ થઇ હતી જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર હતી. તેમણે જણાવ્યું કે, પોતાને ઘેરાયેલા જોઇને તેમણે ગોળીબાર શરુ કર્યો અને જવાબી કાર્યવાહીમાં સાત નક્સલીઓ માર્યા ગયા હતા.
સંયુક્ત ઓપરેશનમાં નક્સલવાદીઓ માર્યા ગયા...
પ્રભાત કુમારે કહ્યું કે, સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ, બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, દંતેવાડા, નારાયણપુર અને બસ્તર જિલ્લાની રાજ્ય પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં સાત નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે.
અત્યારસુધીમાં 112 નક્સલવાદીઓ માર્યા ગયા...
અધિક્ષકે જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. પોલીસને નકસલવાદીઓ જંગલમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટના સાથે, રાજ્યમાં સુરક્ષા દળો સાથે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 112 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
એક મહિનામાં અનેક નક્સલવાદીઓ માર્યા ગયા...
તમને જણાવી દઈએ કે, 30 એપ્રિલે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પરના જંગલમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત દસ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 16 એપ્રિલના રોજ સુરક્ષા દળોએ કાંકેર જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન 29 નક્સલીઓને ઠાર કર્યા હતા. 10 મેના રોજ બીજાપુર જિલ્લાના પીડિયા ગામ પાસે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો : આ રાજ્યોમાં ચક્રવાતી તોફાન ‘Remal’નો ખતરો, 26 મે સુધીમાં બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા…
આ પણ વાંચો : Maharashtra : નદીમાં બાળકોને બચાવવા ગયેલા SDRF ની ટીમના 5 જવાનો ડૂબ્યાં, 3 ના મોત…
આ પણ વાંચો : Swati Maliwal : કેજરીવાલના ઘરે બિભવે માર્યા હતા 7-8 ‘થપ્પડ’, પૂર્વ પતિનું પણ આવ્યું મોટું નિવેદન Video