Ram Mandir: 21 વર્ષ બાદ ખોલવામાં આવ્યા રામ મંદિરના દરવાજા, નક્સલવાદીઓએ કરાવ્યા હતા બંધ
Ram Mandir, Chhattisgarh: શ્રીરામને લઈને અત્યારે હિંદુઓમાં ભક્તિનો માહોલ સર્જાઈ જાય છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) માટે હિંદુઓને 500 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે સદીઓ સુધી લોકો યાદ રાખશે. પરંતુ છત્તીસગઢની એક મહત્વ અને ખુશીના સમાચાર સામે આવ્યાં છે. નક્સલવાદીઓના ત્રાસનો સામનો કરી રહેલા સુકમા જિલ્લામાં, ગ્રામીણો 21 વર્ષથી રામ મંદિર (Ram Mandir)ના દરવાજા ખોલવાની રાહ જોઈ રહ્યાં હતાં. તેમને જણાવી દઈએ કે, અહીં નક્સલવાદીઓના ફરમાન બાદ મંદિરમાં પૂજા પાઠ બંધ કરી દેવામાં આવ્યાં હતાં.
લગભગ આખા ગામના ગ્રામજનોએ કંઠી પહેરી હતી
આ મામલો છત્તીસગઢના સુકમા જિલ્લાના નક્સલવાદીઓથી પ્રભાવિત લખાપાલ અને કેરલાપેંદા ગામનો છે. અહીં આ ગામમાં લગભગ પાંચ દાયકા પહેલા રામ, સીતા અને લક્ષ્મણજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતીં. પરંતુ ધીમે-ધીમે નક્સલવાદના વધતા ત્રાસને કારણે 2003માં રામ મંદિરની પૂજા બંધ કરી દેવામાં આવી અને પછી દરવાજા સંપૂર્ણપણે બંધ રહ્યા. કહેવાય છે કે મંદિરની સ્થાપના બાદ સમગ્ર વિસ્તાર અને આખું ગામ શ્રી રામના ભક્ત બની ગયા હતા. લગભગ આખા ગામના ગ્રામજનોએ કંઠી પહેરી હતી. સૌથી મોટી વાત એ છે કે કંઠી પહેર્યા પછી ભક્ત ન તો માંસ ખાઈ શકે છે અને ન તો શરાબનું સેવન કરી શકે છે.
મંદિરના દરવાજા ખોલવામાં આવતા લોકોમાં આનંદ
તમને જણાવી દઈએ કે, નક્સલવાદીઓના ફરમાન બાદ બંધ પડેલા આ મંદિરને સીઆપીએફના જવાનો દ્વારા ખોલવામાં આવ્યાં છે. અત્યારે તેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, આ મંદિર ફરી ખોલવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંદિરના દરવાજા ખોલવામાં આવતા લોકોમાં એક દેશ પ્રત્યે વિશ્વાસ જાગશે. દરવાજા ખોલ્યા બાદ અધિકારીઓ અને જવાનોએ ગ્રામજનો સાથે મળીને મંદિરની સફાઈ કરાવી. આ પૂજામાં ગામના મોટા ભાગના સ્ત્રી-પુરુષોએ ભાગ લીધો હતો. પૂજા આરતી બાદ પ્રસાદનો પણ વહેચવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આ કાર્ય માટે CRPF 74મી કોર્પ્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.