Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhattisgarh Encounter : ચૂંટણી પહેલા છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, 18 નક્સલવાદીઓ ઠાર...

લોકસભા ચૂંટણી પહેલા મંગળવારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Chhattisgarh Encounter) થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર (Chhattisgarh Encounter)માં અત્યાર સુધીમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં સુરક્ષાદળોના ત્રણ જવાન ઘાયલ થયા...
06:59 PM Apr 16, 2024 IST | Dhruv Parmar

લોકસભા ચૂંટણી પહેલા મંગળવારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Chhattisgarh Encounter) થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર (Chhattisgarh Encounter)માં અત્યાર સુધીમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં સુરક્ષાદળોના ત્રણ જવાન ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોના ત્રણ જવાન ઘાયલ થયા છે.

ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી...

કાંકેર પોલીસે જણાવ્યું કે, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર (Chhattisgarh Encounter)માં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ની સંયુક્ત ટીમને છોટાબેઠિયા વિસ્તારમાં નક્સલ વિરોધી ઓપરેશન માટે મોકલવામાં આવી હતી.

સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી...

તેમણે જણાવ્યું કે, ટીમ મંગળવારે બપોરે લગભગ 2 વાગે હપટોલા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.

જવાનોની હાલત ખતરાની બહાર છે...

તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર (Chhattisgarh Encounter)માં ઘાયલ થયેલા ત્રણ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ ઘાયલ જવાનોની હાલત ખતરાની બહાર છે. હાલમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Seema Haider : સીમા હૈદર અને સચિન મીણાની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો મોટો ઝટકો…

આ પણ વાંચો : PM Modi In Bengal : ‘ઘૂસણખોરોને સમર્થન આપો અને CAA નો વિરોધ કરો’, PM મોદીનો TMC પર હુમલો…

આ પણ વાંચો : BJP એ 12 મી યાદી બહાર પાડી, યુપી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોની સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા…

Tags :
chhattisgarh kankerchhattisgarh kanker naxal killedchhattisgarh naxal attackchhattisgarh naxal encounterchhattisgarh naxal killedChhattisgarh Naxalite encounterChhattisgarh NewsChhattisgarh News in HindiGujarati NewsIndiakankerNational
Next Article