Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh Bus Accident : PM મોદીએ દુર્ગ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો, અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા...

PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. બીજી તરફ છત્તીસગઢ (Chhattisgarh)ના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ અકસ્માત અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી...
chhattisgarh bus accident   pm મોદીએ દુર્ગ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો  અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા

PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. બીજી તરફ છત્તીસગઢ (Chhattisgarh)ના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ અકસ્માત અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જોકે શરૂઆતમાં સત્તાવાર રીતે 11 લોકોના મોતના અહેવાલ હતા.

Advertisement

PM મોદીએ દુર્ઘટના સંદર્ભે ટ્વીટ કર્યું કે છત્તીસગઢ (Chhattisgarh)ના દુર્ગમાં બસ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ પહેલા સીએમ સાઈએ પણ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વહીવટીતંત્ર ઘાયલ લોકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.

Advertisement

રાષ્ટ્રપતિ મુર્મૂએ શોક વ્યક્ત કર્યો...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે છત્તીસગઢ (Chhattisgarh)ના દુર્ગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના! હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

Advertisement

તેમ ડેપ્યુટી સીએમ વિજય શર્માએ જણાવ્યું હતું...

દુર્ગ બસ દુર્ઘટનાના પીડિતોને મળ્યા બાદ છત્તીસગઢ (Chhattisgarh)ના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ કહ્યું, 'જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ તમામ કેડિયા ડિસ્ટિલરીના કામદારો હતા અને અકસ્માત થયો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. રોડની બંને બાજુ 20 ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે. તેઓ લગભગ 20 વર્ષથી એક જ સમયે મુસાફરી કરી રહ્યા હતા પરંતુ આજે બસ લપસીને ખાડામાં પડી હતી. એક દર્દીએ એમ પણ કહ્યું કે બસની હેડલાઈટ ચાલુ નહોતી જેના કારણે આ ઘટના બની હતી.

DM રિચા પ્રકાશ ચૌધરીએ શું કહ્યું...

બસ દુર્ઘટના અંગે DM રિચા પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે કુમ્હારીમાં કેડિયા ડિસ્ટિલર્સના કામદારોને લઈ જઈ રહેલી બસ રાત્રે 8.30 વાગે ખાઈમાં પડી હતી. 12 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અન્ય 14 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ તમામ લોકોની હાલત સ્થિર છે. દર્દીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ જાણવા માટે મેજિસ્ટ્રેટની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

કંપનીએ વળતર વિશે કહ્યું...

કેડિયા ડિસ્ટિલરી કંપનીએ કહ્યું છે કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે, એક સભ્યને નોકરી આપવામાં આવશે અને ઘાયલોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે. તમામ ઘાયલોને એઈમ્સ, એપેક્સ ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કુલ 40 લોકો સવાર હતા. મૃત્યુઆંક પણ વધી શકે છે. હાલ ટોર્ચ અને મોબાઈલ ફોનની મદદથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ડેપ્યુટી સીએમ વિજય શર્માએ કહ્યું છે કે આ કેસમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Supreme Court નો મોટો નિર્ણય, ઉમેદવારોએ પોતાની મિલકતની દરેક વિગતો જાહેર કરવી જરૂરી નથી…

આ પણ વાંચો : Ram Mandir: 21 વર્ષ બાદ ખોલવામાં આવ્યા રામ મંદિરના દરવાજા, નક્સલવાદીઓએ કરાવ્યા હતા બંધ

આ પણ વાંચો : Bihar Shocking News: આને જનેતા કહેવી કે શૈતાન! એક સોગંધ માટે પોતાની જ દીકરીની ચડાવી બલી

Tags :
Advertisement

.