Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhattisgarh: BJP કાર્યકરોને નડ્યો અકસ્માત, બેના મોત

છત્તીસગઢના બેલતારા હાઈવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અંબિકાપુર જિલ્લાના બીજેપી કાર્યકર્તાઓને લઈને જતી બસ, જે અહીં પીએમ મોદીની સભામાં ભાગ લેવા જઈ રહી હતી, તે ટ્રેલર સાથે અથડાઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને 6...
11:18 AM Jul 07, 2023 IST | Hiren Dave

છત્તીસગઢના બેલતારા હાઈવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અંબિકાપુર જિલ્લાના બીજેપી કાર્યકર્તાઓને લઈને જતી બસ, જે અહીં પીએમ મોદીની સભામાં ભાગ લેવા જઈ રહી હતી, તે ટ્રેલર સાથે અથડાઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હતા. બસમાં ભાજપના કુલ 40 કાર્યકરો સવાર હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ત્રણ ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

 

માર્ગ અકસ્માત ભયા

તમામ લોકો પીએમની સભામાં ભાગ લેવા માટે અંબિકાપુરથી રાયપુર જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો મોટાભાગનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ભારે વરસાદ વચ્ચે ડ્રાઈવરને ઝોકુ આવી જવાના કારણે અકસ્માત થવાની સંભાવના છે.

PM આજે રેલી કરશે

આજે વડાપ્રધાન મોદી રાયપુરમાં જનસભાને સંબોધિત કરવાના છે. રેલી પહેલા વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, 'હું આવતીકાલે રાયપુરમાં છત્તીસગઢ ભાજપની રેલીમાં જનતા-જનાર્દન સાથે સંવાદને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. છત્તીસગઢના લોકોનો હંમેશા ભાજપ સાથે ખૂબ જ મજબૂત સંબંધ રહ્યો છે. મને ખાતરી છે કે તેઓ હંમેશા તેમના આશીર્વાદ આપશે.

આપણ  વાંચો -ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
buscarryingChhattisgarhKorbamodi rallyNarendra Modi
Next Article