Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં Cheteshwar Pujara એ ફટકારી T20 અંદાજમાં Century

Cheteshwar Pujara Hundred : ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ (Niranjan Shah Stadium in Rajkot) માં ચાલી રહી છે. બીજી તરફ રાજકોટમાં જ ટીમ ઈન્ડિયા (Team India) માંથી બહાર...
10:40 AM Feb 18, 2024 IST | Hardik Shah

Cheteshwar Pujara Hundred : ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ (Niranjan Shah Stadium in Rajkot) માં ચાલી રહી છે. બીજી તરફ રાજકોટમાં જ ટીમ ઈન્ડિયા (Team India) માંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ વિસ્ફોટક ઈનિંગ રમી છે. જીહા, ભારતની સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક રેડ બોલ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી (Ranji Trophy 2024) પણ પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શનિવારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (first-class cricket) ની પોતાની 63મી સદી પૂરી કરી હતી.

પુજારાએ ફટકારી બેઝબોલ અંદાજમાં સદી

ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું બેટ સતત આગ ઓંકી રહ્યું છે. પુજારા 2023-24 રણજી ટ્રોફીમાં સતત સદી પછી સદી ફટકારી રહ્યો છે. આ જમણા હાથના બેટ્સમેને શનિવારે સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ તરફથી રમી રહેલા પુજારાએ રાજકોટના સણસોરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોતાની 'બેઝબોલ' સ્ટાઈલ બતાવી હતી. આ મેચમાં પૂજારાએ મણિપુર સામે શાનદાર સદી ફટકારી હતી. તેણે માત્ર 102 બોલમાં સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારાની આ 63મી સદી છે. તે 105 બોલમાં 108 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં પસંદ ન થયેલા આ બેટ્સમેને હજુ સુધી લાલ બોલની રમત તરફ પીઠ ફેરવવાનો નિર્ણય લીધો નથી. ભલે ભારતીય પસંદગીકારો પુજારા વિશે વિચારી રહ્યા નથી. પરંતુ પૂજારાએ પોતાને રેસમાં રાખવાની જાણે પ્રતિજ્ઞા લીધી છે. હવે તેના શાનદાર ફોર્મને જોતા અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ તેને શ્રેણીની છેલ્લી બે મેચોમાં અજમાવી શકે છે. જણાવી દઇએ કે, રણજી ટ્રોફી 2024 સીઝન તેના છેલ્લા તબક્કામાં છે જ્યાં ચેતેશ્વરે મણિપુર સામે T20 શૈલીમાં સદી ફટકારી છે.

પુજારાનો BCCI ને Wake-up Call

રણજી ટ્રોફીની આ સિઝનમાં ચેતેશ્વર પૂજારાનું શાનદાર ફોર્મ ચાલુ છે. તે સતત મોટી ઇનિંગ્સ રમીને પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ વર્ષે પૂજારાએ રણજીમાં 243*, 49, 43, 43, 66, 91, 3, 0, 110, 25 અને 108 રનની ઇનિંગ્સ રમી છે. વળી, આ મેચ પહેલા, તેણે 7 મેચમાં 77 ની સરેરાશથી 673 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં પૂજારા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર 81-81 સદી સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે રાહુલ દ્રવિડ 68 સદી સાથે બીજા સ્થાને છે. ચેતેશ્વર પુજારા છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં સામેલ નથી. પુજારાએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો નથી.

આ પણ વાંચો - પૂર્વ ભારતીય ક્રિકેટર Yuvraj Singh ના ઘરમાં થઈ ચોરી

આ પણ વાંચો - YASHASVI JAISWAL : યશસ્વી જયસ્વાલે ફટકારી સદી,ભારતે 322 રનની લીડ મેળવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CHETESHWAR PUJARACheteshwar Pujara 63rd first class HundredCheteshwar Pujara centuryCheteshwar Pujara century in RajkotCheteshwar Pujara HundredCricketHardik ShahhundredIND vs ENGkl rahulRanji Trophyranji trophy 2023-24ranji trophy matchSanosara Cricket Ground Asaurashtra vs manipurTeam India
Next Article