Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chenab Rail Bridge : ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ!, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલો આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો છે. રેલ્વે મંત્રાલય દ્વારા વારંવાર ચિનાબ બ્રિજની તસવીરો શેર કરવામાં આવે છે. રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી...
05:36 PM Sep 13, 2023 IST | Dhruv Parmar

વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલો આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો છે. રેલ્વે મંત્રાલય દ્વારા વારંવાર ચિનાબ બ્રિજની તસવીરો શેર કરવામાં આવે છે. રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આ રેલવે બ્રિજ જોવામાં ખૂબ જ સુંદર છે. આજે પણ એટલે કે 13 મી સપ્ટેમ્બરે રેલવે મંત્રાલયે આ પુલની કેટલીક તસવીરો શેર કરી છે.

રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આ રેલવે બ્રિજ એટલી ઊંચાઈ પર છે કે આ બ્રિજની નીચે માત્ર વાદળો જ દેખાય છે. રેલ્વે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પર લખવામાં આવ્યું છે કે - 'એક નજારો અદભૂત સુંદર ચિનાબ બ્રિજ.' આ સાથે, રેલ્વે મંત્રાલયે X (અગાઉ ટ્વિટર) પર આ રેલ્વે બ્રિજની ઊંચાઈની એફિલ ટાવર સાથે સરખામણી કરતો એક મીમ શેર કર્યો છે.

આ રેલ બ્રિજ ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડશે

આ પુલની ઊંચાઈ નદીના પટથી 359 મીટર છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં કટરા-બનિહાલ રેલ્વે સેક્શન પર 27949 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. તે ખીણને દેશના બાકીના ભાગો સાથે રેલવે દ્વારા જોડશે.

આ પણ વાંચો : Video : દેશના 40 ટકા સાંસદો સામે છે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો

Tags :
chenab bridgechenab bridge photosIndiaJammu-KashmirNationalrailway bridgerailway minsitry
Next Article