આવતીકાલથી શરૂ થશે Chardham Yatra, પ્રથમ દિવસે કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીના દરવાજા ખુલશે...
ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા (Uttarakhand Chardham Yatra) આવતીકાલે એટલે કે 10 મી મેના રોજ અક્ષય તૃતીયા (Akshaya Tritiya)ના દિવસે શરૂ થવા જઈ રહી છે . ચારધામ યાત્રા (Chardham Yatra 2024) ના પહેલા દિવસે યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામ (Kedarnath Dham)ના દરવાજા ખુલશે . કેદારનાથ ધામના દરવાજા સૌથી પહેલા સવારે 7 વાગે ખુલશે. આ પછી યમુનોત્રી ધામ (Yamunotri Dham)ના દરવાજા રાત્રે 10.29 વાગે અને ગંગોત્રી ધામ (Gangotri Dham)ના દરવાજા 12.25 કલાકે ખુલશે . બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના દરવાજા 12 મી મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા સવારે 6 વાગ્યે ખુલશે. ચારેય ધામોના દ્વાર અનુષ્ઠાન અને મંત્રોના જાપથી ખોલવામાં આવશે.
અત્યાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું...
ચારધામ યાત્રા (Chardham Yatra 2024)ને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ચારધામ યાત્રા (Chardham Yatra 2024) માટે તમામ લોકો માટે ઓનલાઈન કે ઓફલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. અત્યાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા (Chardham Yatra 2024) માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામ યાત્રા (Chardham Yatra 2024) માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 મી એપ્રિલથી અને ઓફલાઈન રજીસ્ટ્રેશન 8 મી મેથી શરૂ થયું હતું. ચારધામ યાત્રા (Chardham Yatra 2024)ને લઈને ભક્તોની સતત વધી રહેલી નોંધણીને કારણે આ વખતે ગત વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. ગત વર્ષે 2023 માં લગભગ 56 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી.
કેદારનાથ ધામ માટે મહત્તમ નોંધણી કરવામાં આવી છે...
ચારધામ યાત્રા (Chardham Yatra 2024) માટે ગુરુવારે સવારે ઋષિકેશથી શ્રદ્ધાળુઓનો પ્રથમ રાઉન્ડ શરુ થશે. ચારધામ યાત્રા માટે ઋષિકેશના ટ્રાન્ઝિટ કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તમે મુસાફરી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. કેદારનાથ ધામ માટે મહત્તમ નોંધણી કરવામાં આવી છે. ત્યારપછી કતારમાં ઉભા રહેવાને બદલે બદ્રીનાથ ધામમાં ભક્તોને ટોકન આપવામાં આવશે. દરમિયાન મંદિર સમિતિએ ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓને મોબાઈલથી રીલ ન બનાવવાની અપીલ કરી છે.
ચારેય ધામ ફૂલોથી સુશોભિત છે...
રાજ્ય સરકારે ચારધામ યાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ચારેય ધામ ફૂલોથી સુશોભિત છે. બાબા કેદારનાથની નગરીને 40 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે યાત્રા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે આ દરમિયાન હવામાન વિભાગે ચારધામ યાત્રાને લઈને વરસાદનું એલર્ટ પણ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચારધામ યાત્રા શરૂ થયા બાદ રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. ચારધામ યાત્રા પર આવનારા ભક્તોને ગરમ વસ્ત્રો સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Population Report : ભારતની વસ્તીમાં હિંદુઓ 7.8 ટકા ઘટ્યા, મુસ્લિમો વધ્યા, જાણો શીખોની હાલત શું છે ?
આ પણ વાંચો : ‘અમે કોઈને ચીડવતા નથી, પરંતુ જો કોઈ…’, મહારાણા પ્રતાપ જયંતિ પર PM મોદીનો સંદેશ… Video
આ પણ વાંચો : Navneet Rana નો ઓવૈસી ભાઈઓને ખુલ્લો પડકાર, કહ્યું- ‘પોલીસે 15 મિનિટ નહીં પરંતુ માત્ર 15 સેકન્ડ…’ Video