Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોમધખતા તાપમાં IPL ની ટિકિટો માટે મોદી સ્ટેડિયમ બહાર લોકો ઉમટ્યા, પોલીસનો કાફલો ખડેપગે

IPL ની 16 મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફની મેચ રમાઇ રહી છે. બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકિટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી...
12:34 PM May 26, 2023 IST | Dhruv Parmar

IPL ની 16 મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફની મેચ રમાઇ રહી છે. બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકિટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે.

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જોવા માટેની ટિકીટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, આ તમામ લોકો ફાઇનલની ટિકીટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર IPL ની સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ માટે લાગી લાંબી લાઈનો લાગી છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર દર્શકો હજારોની સંખ્યામાં ફિઝિકલ ટિકીટ લેવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધમધખતી ગરમીમાં લોકોની સ્ટેડિયમ બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડ વધી જતા અંતે પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમની આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવ્યા છે. મેચના કારણે સ્ટેડિયમની અંદર અને બહાર એક ડીઆઈજી, 7 ડીસીપી, 10 એસીપી, 90 પીઆઈ-પીએસઆઈ, 1500 પોલીસ કર્મચારી તેમજ ટ્રાફિક અને હોમગાર્ડના 1 હજાર જવાનો ખડેપગે રહેવાના છે. જ્યારે શુક્રવારે અને રવિવારે બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. તે સિવાય તપોવન સર્કલ થઈને ONGC સર્કલ તે બાદ વિસતથી પ્રબોધ સર્કલ જવાશે.

આ પણ વાંચો : IPL 2023 Qualifier 2 : અમદાવાદમાં આજે મુંબઈ અને ગુજરાત વચ્ચે જામશે જંગ, જાણો કોણ કોના પર ભારે?

Tags :
CricketGujarat TitansIPL 2023Mumbai IndiansNarendra Modi StadiumSports
Next Article