Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji: આસો નવરાત્રી પર્વમાં અંબાજી મંદિર દર્શન સમયમાં ફેરફાર, જાણી લો ઘટ સ્થાપના સમય

અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ...
ambaji  આસો નવરાત્રી પર્વમાં અંબાજી મંદિર દર્શન સમયમાં ફેરફાર  જાણી લો ઘટ સ્થાપના સમય

અહેવાલ--શકિતસિંહ રાજપુત,અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયેલ છે અને આવનારા દિવસોમાં આસો નવરાત્રી પર્વ શરૂ થનાર છે, ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આસો નવરાત્રી પર્વ દરમિયાન દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

ભટ્ટજી મહારાજ દ્વારા પ્રથમ નવરાત્રીના દિવસે ઘટ સ્થાપના કરવામાં આવશે

અંબાજી મંદિર ખાતે આસો નવરાત્રી પર્વમાં દૂર દૂરથી માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિરમાં અને ગબ્બર ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી આવતા હોય છે,ત્યારે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા પ્રથમ નવરાત્રીના દિવસે ઘટ સ્થાપના કરવામાં આવશે અને શાસ્ત્રોકત વિધી વિધાનથી સરસ્વતી નદીનું જળ કોટેશ્વર થી લાવીને પુજા અર્ચના કરવામાં આવશે.

Advertisement

:- આસો નવરાત્રી દરમિયાન દર્શન સમય મા ફેરફાર :-

અંબાજી મંદિર ખાતે પ્રથમ નવરાત્રી થી સવારે 7:30 વાગે મંગળા આરતી કરવામાં આવશે

પ્રથમ નોરતે ઘટ સ્થાપના વિધિ સવારે 9:15 થી 10:30 વાગે

સરસ્વતી નદીનું જળ લાવીને ઘટ સ્થાપના કરવામાં આવશે

સાંજની આરતી 6:30 વાગે

નવરાત્રી પર્વ દરમિયાન દર્શન સમય દર્શન

સવારે મંગળા આરતી :- 7:30 થી 8

સવારે દર્શન:- 8 થી 11:30

રાજભોગ બપોરે :- 12 વાગે

બપોરે દર્શન :- 12:30 થી 4:15

સાંજની આરતી :- 6:30 થી 7

સાંજે દર્શન :- 7 થી 9

આ પણ વાંચો----BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અપાઇ ભવ્ય અંજલિ

Tags :
Advertisement

.